આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરામા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાઈ..

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા NSS, NCC વિભાગ અને IQAC સમિતિ ના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ-૨૦૨૬ નું આયોજન તા. ૧૭-૧૦-૨૦૨૬ ના રોજ માતાજીની આરતી અને દીપ પ્રાગટ્ય કરાયું હતું.કોલેજના આચાર્યશ્રી ડૉ.દિનેશકુમાર ચારણે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,નવરાત્રી એ માત્ર ગરબા રમવાનો ઉત્સવ નથી,પરંતુ સાચા ભાવથી માતાજી ની આરાધના અને ઉપાસના કરવાનો ઉત્સવ છે. માં ભગવતીની કૃપા સૌના જીવનમાં વરસે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થીઓએ ડીજેના તાલે મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.ભક્તિ,કલા અને સંગીતના સમન્વય વાળા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો,નોન ટીચીંગ સ્ટાફ અને વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન NSS ડૉ.રામ સોલંકી,ડૉ.ગૌરવ શ્રીમાળીએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530










