ફરિયાદી પોતાની આર્થિક ક્ષમતા સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટનો મહત્વનો ચુકાદો:પાંચ લાખના ચેક બાઉન્સ કેસમાં આરોપી નિર્દોષ જાહેર.

તારીખ ૨૫/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલોલની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળના રૂ. ૫,૦૦૦,૦૦/- (રૂપિયા પાંચ લાખ)ના ચેક રિટર્ન કેસમાં આરોપી વિશાલ રજનીકાંત પટેલ (રહે. વડોદરા)ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.ફરિયાદી મીનાબેન મંગલસિંહ રાઠોડ (રહે. હાલોલ) દ્વારા આરોપી વિશાલ રજનીકાંત પટેલ (રહે. વડોદરા) સામે ફરિયાદી મીનાબેને આક્ષેપ કર્યો હતો કે વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન આરોપી વિશાલે ઘરના ફર્નિચરના કામ માટે તબક્કાવાર કુલ રૂ. ૧૦ લાખ હાથ-ઉછીના લીધા હતા. જે પૈકી પરત ચૂકવણી માટે આપેલો રૂ. ૫ લાખનો એક્સિસ બેંકનો ચેક ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાને કારણે (અપૂરતા ફંડ) પાછો ફર્યો હતો. લીગલ નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા આ કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો. આરોપી તરફે એડવોકેટ જે બી જોશી હાજર રહ્યા હતા અને ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી.ફરિયાદીની ઉલટતપાસમાં બહાર આવ્યું કે આરોપીએ અલગ-અલગ તારીખે બેંક મારફતે કુલ રૂ. ૧૨,૪૯,૩૦૦/- ફરિયાદીને ચૂકવી આપેલા છે. એટલે કે ફરિયાદીની કુલ લેણી રકમ કરતાં પણ વધુ નાણાં ચૂકવાઈ ગયા હોવાનું સાબિત થયું હતું.ફરિયાદીએ પોતાની આવકનો સ્ત્રોત ઓઇલ અને સ્પેરપાર્ટસનો ધંધો હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેનો કોઈ દસ્તાવેજી પુરાવો રજૂ કરી શક્યા ન હતા. આવકવેરા રિટર્ન (IT Return) મુજબ તેમની વાર્ષિક આવક સરેરાશ રૂ. ૩.૫ લાખ જેટલી જ હતી. આવી સ્થિતિમાં રૂ. ૧૦ લાખની મોટી રકમ હાથ-ઉછીની આપવાની તેમની આર્થિક ક્ષમતા પર કોર્ટે શંકા વ્યક્ત કરી હતી.કોર્ટે નોંધ્યું કે ફરિયાદી પાસે આરોપીના કોરા સહીવાળા ચેકો પડ્યા હતા, જેનો ગેરકાયદેસર વ્યાજવટાવના ધંધા અને લેણદારની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલોલ એડી ચીફ જયુ કોર્ટ ના ન્યાયાધીશ આર બી જોષીએ આરોપી તરફે એડવોકેટ જે બી જોશીની દલીલો ધ્યાને લઈ નોંધ્યું કે ફરિયાદી આરોપી પાસે કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. આથી કોર્ટે આરોપી વિશાલ રજનીકાંત પટેલને કલમ-૨૫૫(૧) અન્વયે તમામ આક્ષેપોમાંથી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો