એસ સી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાયમાં ધોરણ 12 પાસ ની લાયકાત રાખવા બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની રજૂઆત

  • કિરીટ પટેલ બાયડ

SC વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાયમાં ધોરણ-12 પાસની લાયકાત રાખવા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની રજૂઆતOBC વિદ્યાર્થીઓ માટે તાલીમ સહાયનું પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવા પણ શિક્ષણમંત્રીને રજૂઆતબાયડ–માલપુર–સાંઠંબા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા દ્વારા રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ડૉ પ્રદ્યુમન વાજા સાહેબને પત્ર પાઠવી વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.હાલમાં EWS, OBC તથા ST સમાજના ધોરણ-12 પાસ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સહાયનો લાભ મળતો હોય છે, જ્યારે SC સમાજના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ હોવાની લાયકાત રાખવામાં આવી છે. જેના કારણે ધોરણ-12 પાસ થયેલા અનેક SC સમાજના લાયક અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આ સહાયથી વંચિત રહી જાય છે.ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ રજૂઆત કરી છે કે SC સમાજના વિદ્યાર્થીઓ માટે પણ ગ્રેજ્યુએટની જગ્યાએ ધોરણ-12 પાસની લાયકાત રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાયનો લાભ આપવામાં આવે. તેમજ ટેકનિકલ ખામીને કારણે અગાઉ અરજી ન કરી શકેલા લાયક વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની તક આપવામાં આવે.

સાથે જ, EWS,SC તથા ST સમાજ માટે જે રીતે તાલીમ સહાયનું પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવામાં આવે છે, તેવી જ વ્યવસ્થા OBC સમાજના વિદ્યાર્થીઓ માટે પણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેથી વર્ષ દરમિયાન લાયક બનતા વિદ્યાર્થીઓને પણ તાલીમ સહાયનો લાભ મળી શકેધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ શિક્ષણ વિભાગને વિદ્યાર્થીઓના હિતમાં બંને બાબતો અંગે જરૂરી હકારાત્મક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.આર્થિક કે સામાજિક પરિસ્થિતિના કારણે કોઈપણ લાયક વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની તકથી વંચિત ન રહે અને દરેક વિદ્યાર્થીને આગળ વધવાની સમાન તક મળે તે દિશામાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે” તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો