ભાદરવી પૂનમ મહા મેળો 2026 અંબાજી ચાચર ચોક દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું

25 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

રોશનીના શણગારથી અંબાજીના રસ્તાઓને મળ્યો નવો રંગ અને આકર્ષક આભા.લાઇટિંગ શો સાથે માઈભક્તોને આધ્યાત્મિકતા અને ભક્તિનો અનોખો અનુભવ.શક્તિ, ભક્તિ અને આસ્થાના પાવન કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન માઈભક્તો માટે વિવિધ આકર્ષણો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મેળાના વાતાવરણમાં ભક્તિ અને આધ્યાત્મિકતાની સાથે અંબાજીને ભવ્ય રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર યાત્રાધામનું વાતાવરણ વધુ આકર્ષક બની ગયું છે.ભાદરવી પૂનમ મહામેળામા અંબાજીનું ચાચર ચોક સહિત આસપાસનો સમગ્ર વિસ્તાર રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઊઠ્યો હતો. ચાચર ચોકમાં કરવામાં આવેલા વિશેષ લાઇટિંગ શોએ માઈભક્તોને દિવ્ય અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવી હતી. રાત્રિના સમયે વિવિધ રંગોની રોશનીથી સજ્જ ચાચર ચોકનો નજારો ભક્તોને આકર્ષી રહ્યો હતો.અંબાજીના મુખ્ય માર્ગો, ચોક અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા રોશનીના શણગારથી જાણે સમગ્ર અંબાજીએ નવો શણગાર ધારણ કર્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. રોશનીથી ઝગમગતા રસ્તાઓ પરથી પસાર થતા માઈભક્તોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.અંબાજીની પવિત્રતા, આધ્યાત્મિકતા અને ભવ્યતાને રોશનીના શણગાર સાથે વધુ સુંદર રીતે ઉજાગર કરવામાં આવી છે. દિવ્ય રોશનીથી ઝળહળતું ચાચર ચોક અને પ્રકાશિત માર્ગો ભાદરવી પૂનમના મેળાની ભવ્યતા અને માઈભક્તોની આસ્થાને વધુ વિશિષ્ટ બનાવી રહ્યા છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો