ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવી રાખ્યો વર્તમાન ચેરમેન ની હાર !

દિયોદર APMC બોર્ડ ઓફ ડિરેક્ટરની 16 બેઠકો માંથી 11 ભાજપ પ્રેરિત પેનલનો વિજય 5 બેઠકો પર કોંગ્રેસ ફાળે ગઈ…

પ્રતિનિધિ – દિયોદર ફોટો… અહેવાલ કલ્પેશ બારોટ
– મહત્વની ખેડૂત વિભાગની 10 બેઠકો માંથી 8 બેઠકો પર ભાજપ તેમજ 2 બેઠકો પર કોંગ્રેસ જીતી ..
– પૂર્વ ચેરમેન ઈશ્વર તરક ની ભવ્ય જીત વેપારી વિભાગ માંથી પૂર્વ ધારાસભ્ય ના પુત્ર વિજેતા બન્યા
દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર પદની ચૂંટણી માં ૯૧.૨૭ ટકા જેટલું મતદાન પૂર્ણ થયા બાદ આજે શનિવારે વહેલી સવારે APMC ની ૧૬ બેઠકો માટે મતગણતરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી જેમાં ડિરેક્ટર પદની ૧૬ બેઠકો માંથી 11 બેઠકો ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો હતો જ્યાં કોંગ્રેસ પ્રેરિત ૫ બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો હતો જેમાં વર્તમાન ચેરમેન માલાભાઈ પટેલ ની હાર થઈ હતી તો બીજી તરફ ખેડૂત વિભાગ માંથી ઈશ્વર તરક ની ભવ્ય જીત થતા સમર્થકોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું
દિયોદર APMC ની ચૂંટણીને લઈ રાજકીય સહકારી માળખામાં ગરમાવો જોવા મળ્યો હતો જેમાં દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર પદની કુલ ૧૬ બેઠકો પર મતદાન થયા બાદ આજે શનિવારે વહેલી સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત પેનલ ના ઉમેદવાર કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ તથા માનસુંગ ભાઈ ચૌધરી ની ભવ્ય જીત થયા બાદ વહેપારી વિભાગ ની ૪ બેઠકો પર ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં ૪ બેઠકો માંથી ૩ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલ ની ભવ્ય જીત થઈ હતી જ્યાં ૧ બેઠક પર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા ના પુત્ર નારણ ભુરીયા ની જીત થતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ખેડૂત વિભાગની 10 બેઠકો પર પહેલાથી રસાકસી ભર્યો માહોલ સર્જાયો હતો જેમાં પરિણામ જાહેર થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પૈકી ૮ બેઠકો પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો પૂર્વ ચેરમેન ઈશ્વર તરક ની જીત થઈ હતી જ્યાં વર્તમાન ચેરમેન માલાભાઈ પટેલ ની હાર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો વિજેતા ઉમેદવારો એ ખેડૂતો,વહેપારીઓ નો આભાર વ્યકત કર્યો હતો
– ખેડૂત વિભાગ માંથી પૂર્વ ચેરમેન ઈશ્વર તરક વિજેતા બન્યા તેજાભાઇ રબારી ની હાર થઈ…
દિયોદર APMC ની બોર્ડ ઓફ ડિરેક્ટર પદની ખેડૂત વિભાગની 10 બેઠકો પર રાજકીય ગણિત કઈક અલગ જોવા મળ્યું હતું ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવારોએ જીત નો દાવો કર્યો હતો જો કે વર્તમાન ચેરમેન માલાભાઈ પટેલ તથા તેજાભાઇ રબારી ની હાર થતા કાર્યકરો માં નિરાશા જોવા મળી હતી જેમાં પૂર્વ ચેરમેન ઈશ્વર તરક ની ભવ્ય જીત થતા સમર્થકોએ ફૂલહાર પહેરાવી વિજેતા ઉમેદવાર ને અભિનદન પાઠવ્યા હતા
• કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કર્યા
દિયોદર કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કરતા જણાવેલ કે અમારા ૯ માંથી ૫ ઉમેદવારો જીત્યા છે જેમને અભિનંદન પાઠવીએ છે ગુજરાત ની પ્રજા ને અત્યારે જાગવાની જરૂર છે જે અધિકારી ભાજપના ગુલામ થઈ ગયા છે જો પ્રજા નહીં જાગે તો માની લેવાનું કે લોકશાહી નું ખૂન થઈ રહ્યું છે જો નહીં જાગો તો લોકશાહી જેવું કઈ રહેવાનું નથી અમારા રિઝલ્ટ પાછળ ચૂંટણી અધિકારી જવાબદાર છે…









