કોમી એકતા અને આસ્થાનું પ્રતિક હઝરત સૈયદ ફખરૂદીન રીફાઈ સાહેબના ૧૮૬મા ઉર્ષની દબદબાભેર ઉજવણી સંપન્ન,હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા.

તારીખ ૧૬/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વડોદરા શહેરમાં આવેલ દાંડીયા બજાર સ્થિત સુપ્રસિદ્ધ ખાનકાહે આલિયા રિફાઈયા સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ ફખરૂદ્દીન ગુલામ હુસેન અલ-મારૂક અમીરમીયા રિફાઈ રદીઅલ્લાહો અહ્ ના ૧૮૬ મો વાર્ષિક આ ઉર્સ રીફાઈ ગાદીના ગાદીપતિ હઝરત સૈયદ શાહ કમાલુઉદ્દીન મઝરૂલ્લા સાહેબની સજજ્જાદગીમાં અને ખાનકાહે આલિયા રિફાઈયા ના સદર હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રિફાઈ તથા ખાનવાદા એ રીફાઈ ના મુબારક હાથોથી હજારોની મેદની વચ્ચે સંદલની વીધી સંપન્ન કરવામાં આવી હતી. દર વર્ષે વડોદરા દાંડીયા બજાર સ્થિત ખાનકાહ શરીફમાં પર ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે ઉર્સ ઉજવણી થાય છે અને પરંપરાગત રીતે યોજાતા જૂલુસ માં સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લાના ગોધરા,કાલોલ,શહેરા અને હાલોલ સહિત સમગ્ર ભારતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લીમ જાયરીનો (ભાવિકો) મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા ત્યારબાદ ઈશાની નમાઝ પછી રાતીબે રિફાઈનો જલાલી જલસો યોજાયો હતો અને બીજે દિવસે અશરની નમાઝ પછી પેગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઈશા ની નમાઝ અદા કરી મહેફીલે મીલાદ પછી મોડી રાત સુધી મેહફીલે શમ્મા ભારતના મશહૂર ફનકાર ઉપસ્થિતિમાં કવ્વાલી નુ કાર્યક્રમ યોજાયો હતો. આમ ત્રણ દિવસીય ઉર્ષની દબદબાભેર ઉજવણી સંપન્ન થઇ હતી.અત્રે ઉલ્લેખનીય આ ખાનકાહ શરીફમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી ભક્તો અહીં આવીને દરગાહ પર ચાદર ચડાવી પોતાની મન્નતો (બાધા) આખરી પૂરી કરે છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

Horoscope

Weather

વધુ વાંચો

વિજાપુરના 97 વર્ષીય ડૉ. એ.કે. પટેલને રાજકોટ ના અરવિંદભાઈ મણીયાર ના જન્મજયંતિ ઉજવણી ના કાર્યક્રમનું આમંત્રણ રાજકોટ ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રૂબરૂ મુલાકાત કરી, રાજકીય સફરની યાદો વાગોળી

જિલ્લા

શહેર પસંદ કરો