નસવાડી સરકારી દવાખાનામાં ભક્તિભાવથી ગણેશ મહોત્સવની ઉજવણી

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી સરકારી દવાખાનામાં શ્રી ઈચ્છાપૂર્તિ ગણેશજી અને દવાખાનાના દાદાના સાનિધ્યમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલા આ મહોત્સવમાં દવાખાનાના સમગ્ર સ્ટાફે ભાગ લીધો હતો.આ વર્ષે આદિવાસી વરલી પેઇન્ટિંગની થીમ પર માટીની ગણપતિ મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. બાલકૃષ્ણ સ્વરૂપે હિંચકે ઝૂલતા ગણપતિજીની સનાતન પરંપરા મુજબ સ્થાપના કરાઈ હતી. મહોત્સવના પાંચમા દિવસે નસવાડી પી.આઈ. ઝાલાની ઉપસ્થિતિમાં અન્નકૂટ અને 108 દીવા સાથે મહાઆરતી યોજાઈ હતી. નસવાડી પોલીસ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ મહાઆરતીમાં ભાગ લીધો હતો

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો