MORBI:મોરબીનું ગૌરવ: સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે વરણી

MORBI:મોરબીનું ગૌરવ: સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે વરણી

મોરબી:છેલ્લા ૧૫ વર્ષથી મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સક્ષમ અને સફળ નેતૃત્વ પૂરું પાડતા જાણીતા સિનિયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા જ કાયદાકીય જગત સહિત સમગ્ર મોરબી પંથકમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે અને તેમના પર ચોમેરથી અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

દિલીપભાઈ અગેચણિયા સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા બાર એસોસિએશનોમાં પ્રમુખ તરીકે સતત બિનહરીફ ચૂંટાઈ આવવાનો એક અનોખો અને ઐતિહાસિક રેકોર્ડ ધરાવે છે. વડી અદાલતના માનનીય ચીફ જસ્ટિસશ્રીના શપથવિધિ સમારોહ જેવા અનેક ગરિમાપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગોમાં તેમણે મોરબીનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યું છે.

આ ઉપરાંત, તેઓ ‘ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન ગ્રુપ’ના સક્રિય સભ્ય તરીકે દરેક મીટિંગમાં નિયમિત હાજરી આપી હંમેશા વકીલોના પ્રશ્નો અને હિતો માટે અગ્રેસર રહ્યા છે. રાજ્ય કક્ષાએ મોરબીનું નામ રોશન કરતી આ વિશિષ્ટ ઉપલબ્ધિ બદલ મોરબી બાર એસોસિએશન પરિવાર, વકીલ મિત્રો તેમજ વિવિધ સામાજિક-રાજકીય અગ્રણીઓએ હર્ષની લાગણી સાથે ગૌરવ વ્યક્ત કરી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો