20 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વાલી–શિક્ષક– વિદ્યાર્થી પરિસંવાદ” કાર્યક્રમ અંતર્ગત વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે અસરકારક સંવાદ સ્થાપિત કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ સર્વાંગી વિકાસ માટે સહભાગી વાતાવરણ ઊભું કરવા વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, હાજરી, અભ્યાસની નિયમિતતા, વર્તન, વ્યક્તિગત વિકાસ તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે શિક્ષકોએ વાલીઓ સાથે પરામર્શ કરી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘરે યોગ્ય સહયોગ આપવા, મોબાઈલ તથા ડિજિટલ સાધનોના યોગ્ય ઉપયોગ અંગે જાગૃતિ કેળવવા અને બાળકોની રસ-રુચિ તથા કૌશલ્યને ઓળખીને તેમને પ્રોત્સાહિત કરવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વાલીઓએ પણ શિક્ષણ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેના દ્વારા શાળા અને વાલી વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત થયો.
આમ કેળવણી મંડળના માર્ગદર્શન નીચે તથા આચાર્યશ્રીની પ્રેરણાથી વાલી મિટિંગનું સુચારુ આયોજન થયું હતું.










