ડાંગનું ગૌરવ: ડાંગ જિલ્લાનાં વનવાસી સમાજની દીકરીને ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’થી સન્માનિત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

વડોદરાની રાજમાતા તથા એમ.એસ.યુનિવર્સિટીનાં કુલાધિપતિના હસ્તે સાધ્વી યશોદા દીદીનું સન્માન..

નારાયણી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’ સમારોહે સમાજમાં સેવા, સંસ્કાર અને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પ્રસરાવ્યો હતો.ડાંગ જિલ્લાનાં વનવાસી અંચલમાંથી આવેલી એક સામાન્ય દીકરીએ પોતાના જીવનને સંસ્કાર, શિક્ષણ, ગૌસેવા તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સમાજસેવાના કાર્યો માટે સમર્પિત કરી વિશિષ્ટ સેવાકાર્ય કર્યું છે.આવી દીકરીનું સમાજ સમક્ષ સન્માન થવું માત્ર વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર વનવાસી સમાજના ગૌરવની ક્ષણ છે.વડોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડાંગમાં  વૈદેહી સંસ્કાર ધામની સાધ્વી યશોદા દીદી ને ‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન વડોદરાની રાજમાતા તથા એમ.એસ. યુનિવર્સિટીના કુલાધિપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું.સાધ્વી યશોદા દીદીએ પોતાના જીવનમાં સેવા, સંસ્કાર અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓને કેન્દ્રસ્થાને રાખી સમાજ માટે વિવિધ કાર્યો કર્યા છે. ડાંગ જેવા વનવાસી વિસ્તારમાં રહીને સમાજના જરૂરિયાતમંદ અને વંચિત વર્ગ સુધી સેવા અને સંસ્કારનો સંદેશ પહોંચાડવાના તેમના પ્રયાસોને આ સન્માન દ્વારા બિરદાવવામાં આવ્યા છે.આ પ્રસંગે ઉપસ્થિત લોકો માટે સૌથી ભાવુક ક્ષણ ત્યારે સર્જાઈ હતી, જ્યારે વનવાસી સમાજમાંથી આવેલી દીકરીને વડોદરાની રાજમાતાના હસ્તે સન્માનિત કરવામાં આવી. આ પુરસ્કાર માત્ર એક એવોર્ડ નહીં, પરંતુ સાધ્વી યશોદા દીદીના સંઘર્ષ, સેવા, સમર્પણ અને સંસ્કારને સમાજ તરફથી આપવામાં આવેલ આત્મીય સન્માન હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું.સમાજમાં પરિવર્તન માત્ર મોટા ભાષણોથી જ નહીં, પરંતુ સેવા અને સન્માનના નાના-નાના પ્રયાસોથી પણ આવે છે. જ્યારે શહેરી સમાજ વનવાસી સમાજની પ્રતિભા, સેવાભાવ અને યોગદાનને ઓળખી તેને સન્માન આપે છે ત્યારે સામાજિક સમરસતા અને આત્મીયતાની ભાવના વધુ મજબૂત બને છે.દેશના દરેક સમાજમાં વંચિત અને વનવાસી ભાઈ-બહેનો સુધી શિક્ષણ, સંસ્કાર, સન્માન અને સહયોગ પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવે તો સામાજિક એકતા અને સમરસતાને વધુ વેગ મળી શકે છે. આવા પ્રયાસો સમાજના દરેક વર્ગને એકબીજાની નજીક લાવવાનું કાર્ય કરે છે.

‘પુણ્યશ્લોક અહલ્યાબાઈ પુરસ્કાર’ જેવા પ્રેરણાદાયી કાર્યક્રમના આયોજન બદલ નારાયણી સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સાથે જ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગને સન્માન અને તક મળે તે માટે આવા સેવાકાર્યો સતત આગળ વધે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો