ખેરગામમાં દિવ્યાંગો અને વયોવૃદ્ધોને સહાયક ઉપકરણોનું વિતરણ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ – ખેરગામ

ખેરગામ તાલુકા જિલ્લા વહીવટી તંત્ર નવસારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર ખેરગામની આગેવાનીમાં સમાજ સુરક્ષા કચેરી નવસારી અને ALIMCO સંસ્થાના સહયોગથી દિવ્યાંગજનો અને વયોવૃદ્ધજનો માટે સહાયક ઉપકરણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અગાઉ તા. 19/08/2026ના રોજ ખેરગામ કુમારશાળા ખાતે યોજાયેલા એસેસમેન્ટ કેમ્પમાં ADIP યોજના હેઠળ 75 દિવ્યાંગજનો અને રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ 232 વયોવૃદ્ધોની તપાસ કરી સહાયક ઉપકરણો માટે નોંધણી કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત એ છે કે માત્ર એક મહિનાના ટૂંકા સમયગાળામાં નોંધાયેલા લાભાર્થીઓને ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઈલેક્ટ્રિક ટ્રાઇસિકલ, મેન્યુઅલ ટ્રાઇસિકલ, વ્હીલચેર, કૃત્રિમ અંગો, શ્રવણ યંત્ર, દાંતના ચોકઠા, કમર અને ઘૂંટણના સપોર્ટ બેલ્ટ તથા સપોર્ટ સ્ટીક સહિતના સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નોડલ ઓફિસર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ચાવડા, મામલતદાર વિજય પટેલ, ALIMCO સંસ્થાનો સ્ટાફ તેમજ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને સમાજ સુરક્ષા કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાભાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત સભ્ય મોહિનીબેન, તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન, ઉપપ્રમુખ મુકેશભાઈ, પૂર્વેશભાઈ ખાડાવાલા, ચેતન પટેલ, રશ્મિબેન ટેલર, જિગ્નાબેન પટેલ, કાર્તિકભાઈ, લિતેશ ગાંવિત, વિજય રાઠોડ, રાજેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ જિગ્નેશભાઈ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રના આ ઉપક્રમથી લાભાર્થીઓમાં ખુશી અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓએ પણ યોગદાન આપ્યું હતું.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો