ભિલોડા APMC ખાતે 1,965 આદિજાતિ ખેડૂતોને એક કરોડથી વધુની ખેતીલક્ષી કીટોનું વિતરણ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા APMC ખાતે 1,965 આદિજાતિ ખેડૂતોને એક કરોડથી વધુની ખેતીલક્ષી કીટોનું વિતરણ

મંત્રી પી.સી. બરંડાના હસ્તે ખાતર, બિયારણની કીટો અને દવા છાંટવાના પંપનું વિતરણ કરાયું

ભિલોડા, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા APMC ખાતે આદિજાતિ ખેડૂતોને ખેતીલક્ષી સહાય પૂરી પાડવાના હેતુથી ખાતર અને બિયારણની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી પી.સી. બરંડાના હસ્તે યોજાયેલા આ વિતરણ કાર્યક્રમમાં કુલ 1,965 આદિજાતિ ખેડૂતોને એક કરોડ રૂપિયાથી વધુની કીટો આપવામાં આવી હતી.સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય અને કૃષિ ઉત્પાદન વધુ સારું બને તેવા હેતુથી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ જ અંતર્ગત ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ખાતર અને બિયારણની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને પાકમાં દવા છાંટવા માટેના પંપ પણ આપવામાં આવ્યા હતા

ખેતીમાં જરૂરી સાધનો અને સામગ્રી સમયસર મળી રહે તેમજ ખેડૂતોને ખેતીકાર્યમાં સહાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. ખાતર, બિયારણ અને દવા છાંટવાના પંપ મળવાથી ખેડૂતોને ખેતીમાં ઉપયોગી સહાય પ્રાપ્ત થશે અને કૃષિ ઉત્પાદન વધારવાના પ્રયાસોને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમના માધ્યમથી આદિજાતિ ખેડૂતોને ખેતીલક્ષી સાધનસામગ્રી પૂરી પાડી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા અને કૃષિ ક્ષેત્રે પ્રગતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો