થરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દિવ્યાંગ કેમનું આયોજન કરાયું..

થરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા દિવ્યાંગ કેમનું આયોજન કરાયું..

બ. કાં.જિલ્લા કલેક્ટર ના આદેશ અનુસાર સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ. બી.પી. ચૌધરીના માર્ગ દર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એમ.કે. દેસાઈના મોનિટનિંગ હેઠળ તુષારભાઈ પટેલ મેડિકલ ઓફિસર , MPHS અશોકભાઈ જોશી MPHW તાણા ના દરજી પાર્થિવ સુરેશભાઈ ની ઉપસ્થિતિમા ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર મા ઓગડ અને કાંકરેજ તાલુકા નો દિવ્યાંગ કેમ્પનું આયોજન ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું.જેમાં મનોચિકિત્સક,ડેન્ટિસ્ટ, આંખો, ઓર્થોપેડિક, ફિઝિયો થેરાપીસ્ટ વગેરે દર્દોના દર્દીઓ ને ડોક્ટરરો દ્વારા કેમ્પ માં આવેલ માનસિક તકલીફ વાળા, શરીરની વિકલાંગતા વાળા,આંખોની,દાંતની તકલીફ વાળા તમામ દર્દીઓનું નિદાન કરીને જરૂરી દર્દીઓને દિવ્યાંગતા સર્ટિફિકેટ (UDID) માટે તજવીજ હાથ ધરવામાં આવેલ.ઉણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર,ટોટાણા PHC ના સુપર વાઈઝરો, મોટા  જામપુર, કાકર અને ઉણ PHC ના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને CHO દ્વારા રજીસ્ટ્રેશન,કેસ કાઢવાની કામગીરી તેમજ ડૉક્ટરો સુધી દર્દીને લઈ જવાની સેવા વિકલાંગ દર્દીઓ માટે વ્હીલ ચેરની સુવિધા પુરી પાડવામાં આવેલ.દિવ્યાંગતા કેમ્પમાં ૨૭૨ લાભાર્થીઓ  એ લાભ લીધો હતો.લાભાર્થીઓને ઓનલાઇન UDID સર્ટિફિકેટ માટેની કાર્યવાહી કરવામાં આવી.સામુહિક આરોગ્ય કેન્દ્ર થરાના મનુભાઈ જોષી, ઉમરભાઈ પીલુડીયા, હસમુખભાઈ જોષી સહીત સ્ટાફ  ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ, સમાજ કલ્યાણ વિભાગના સ્ટાફ દ્વારા ખુબ મહેનત કરીને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો.99795 21530

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો