દાહોદમાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સજ્જ: કૃત્રિમ તળાવ ખાતે તૈયારીઓ પૂર્ણ, ફાયર વિભાગની લોકોને સાવચેતી રાખવા અપીલ

તા.૨૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ગણેશ વિસર્જનને લઈને વહીવટી તંત્ર સજ્જ: કૃત્રિમ તળાવ ખાતે તૈયારીઓ પૂર્ણ, ફાયર વિભાગની લોકોને સાવચેતી રાખવા અપીલ

દાહોદ શહેરમાં ગણપતિ દાદાના દસ દિવસના ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના અને મહોત્સવ બાદ હવે વિધિવત્ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે. લાડકા તહેવારના અંતિમ દિવસે બાપ્પાને ભાવભીની વિદાય આપવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ, ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે.શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન સંપન્ન થાય તે માટે દાહોદ નગરપાલિકા દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પાલિકા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જનની તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિસર્જન દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને સમગ્ર આયોજન સુરક્ષિત રીતે પાર પડે તે માટે નગરપાલિકાના ફાયર સેફ્ટી વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો