દાહોદ તાલુકાના બાવકા પીએચસી ખાતે એચપીવી રસીકરણ કાર્યક્રમ યોજાયો

તા.૧૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

dahod:દાહોદ તાલુકાના બાવકા પીએચસી ખાતે એચપીવી રસીકરણ કાર્યક્રમ યોજાયો

૨૭થી વધુ કિશોરીઓએ ઉત્સાહપૂર્વક લીધો રસીકરણનો લાભ

દાહોદ તાલુકાના બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓના આરોગ્યની સુરક્ષા તેમજ સર્વાઇકલ કેન્સરથી બચાવ અંગે જાગૃતિ વધારવાના હેતુથી આજે એચપીવી (HPV) રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની ૨૭થી વધુ કિશોરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એચપીવી રસીકરણનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પીએચસીના આયુષ તબીબી અધિકારી ડૉ. પન્ના ડામોર, પીએચસીનો આરોગ્ય સ્ટાફ તથા RBSK ટીમ દ્વારા કિશોરીઓ અને વાલીઓને એચપીવી રસી અંગે જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે તબીબી અધિકારી દ્વારા એચપીવી રસીનું મહત્વ, રસીકરણથી થતા લાભો તથા સર્વાઇકલ કેન્સરથી બચાવમાં તેની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓને સમયસર રસીકરણ કરાવી આરોગ્યપ્રદ જીવન તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.સાથે જ વાલીઓને એચપીવી રસી અંગે રહેલી ગેરસમજો દૂર કરી રસીકરણના મહત્વ અને તેની સલામતી અંગે યોગ્ય અને વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી હતી.બાવકા પીએચસી ખાતે યોજાયેલા આ રસીકરણ કાર્યક્રમને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા કિશોરીઓ અને મહિલાઓના આરોગ્યની સુરક્ષા માટે રસીકરણ તથા આરોગ્ય જાગૃતિની પ્રવૃત્તિઓને સતત વેગ આપવામાં આવી રહ્યો છે

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો