
આજરોજ તા. 10-09-2026ના રોજ બોડેલી એસટી ડેપો ખાતે એસ.ટી ક્રેડિટ સોસાયટી, વડોદરાની ચૂંટણી માટે સવારે 8:00 વાગ્યાથી મતદાન પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બે પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જેમાં ભારતીય મજદૂર સંઘ અને કર્મચારી મંડળે સંયુક્ત રીતે એક પેનલે પતંગના નિશાન સાથે ચૂંટણી મેદાનમાં ઉતારી છે, જ્યારે તેની સામે મજુર મહાજન યુનિયન દ્વારા શંખના નિશાન સાથે પોતાની પેનલને ચૂંટણી જંગમાં ઉતારેલ છે.
સવારે મતદાન શરૂ થતાં જ બોડેલી એસટી ડેપોના કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બપોરે 2:00 વાગ્યા સુધીમાં બોડેલી ડેપોના સ્કૂલ 231 મતદારો પૈકી 214 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરતા ખૂબ સારુ મતદાન નોંધાયું હતું, હાલ પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે અને સાંજે 5:00 વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રિપોર્ટર તોસીફ ખત્રી








