તારીખ ૨૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગર પાલિકા કોમ્યુનિટી હોલ ખાતે શહેર વિસ્તારનો બારમો તબક્કો નો સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો જેમાં કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ઠ એકથી સાત વોર્ડના શહેરી નાગરિકોને વિવિધ શાસકીય સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દ્વારા લોકોને સરળતા પૂર્વક વિવિધ યોજનાઓનો લાભ મળે તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, કારોબારી અધ્યક્ષ જ્યોત્સનાબેન બેલદાર, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા,નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભારતીબેન સોમાણી,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, સહિત નગરપાલિકાના પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ તથા નગરપાલિકાના સભ્ય અને કર્મચારીઓ ની હાજરીમા સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો જેમા નગરપાલિકાના એકથી સાત વોર્ડ સમાવેશ કરવામાં આવ્યા હતા જેમા આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં નામ કમી અને ઉમેરો, આધાર કાર્ડ ને લગતી કામગીરી, વિધવા સહાય અને વૃદ્ધ સહાય, જન્મ મરણ, લગ્ન નોધણી જેવા કામો અંગે સ્થળ પર જ ઉકેલ કરવામાં આવ્યો કાર્યક્રમ મા કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા દ્વારા સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વિકાસની સુવિધાઓ પહોંચે તે માટે સૌને જાગૃત થવા અપીલ કરી હતી જ્યારે જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અને ઉપપ્રમુખ સહિત પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા વિવિધ યોજનાઓ વિશે ઉદબોધન કર્યું હતું.











