કાલોલની મેદાપુર શાળામાં કલેક્ટરની મુલાકાતથી શિક્ષણમાં નવો ઉત્સાહ: બાળકો સાથે સંવાદ કરી સુવિધાઓની સમીક્ષા કરી.

તારીખ ૨૩/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કાલોલ તાલુકાની મેદાપુર ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શાળાની શૈક્ષણિક કામગીરી તેમજ વિદ્યાર્થીઓને મળતી પ્રાથમિક સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જ્યાં મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ વર્ગખંડમાં જઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોની શૈક્ષણિક સમજ, વાંચન-લેખન ક્ષમતા અને અભ્યાસની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી. બાળકોનો ઉત્સાહ વધારવા માટે કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને બ્લેકબોર્ડ પર લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ શૈક્ષણિક બાબતો બ્લેકબોર્ડ પર લખીને પોતાની આવડત રજૂ કરી હતી.આ મુલાકાત વેળાએ કલેક્ટરએ શાળાના સંબંધિત શિક્ષકો પાસેથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિષયવાર આયોજન અને શાળાની જરૂરિયાતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરૂં પાડવા અને અભ્યાસ પ્રત્યે સતત પ્રોત્સાહિત કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો