ગોધરામાં રાજપૂત સમાજનો ભવ્ય વિજયાદશમી સ્નેહમિલન સમારોહમાં કાલોલ સહિત જિલ્લાભરના આગેવાનો ઉમટ્યા.

તારીખ ૨૨/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ તથા જિલ્લા રાજપૂત યુવા એસોસિએશન ગોધરા દ્વારા આયોજિત શસ્ત્રપૂજન અને વિજયાદશમી-સ્નેહમિલન સમારોહ ગોધરા ખાતે રાજપૂત સમાજ ભવનમાં ભવ્ય રીતે યોજાયો હતો. આ સમારોહ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકા અને જિલ્લામાંથી વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો અને રાજપૂત સમાજના અગ્રણી આગેવાનો, મહિલા અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના લોકો વચ્ચે સ્નેહ, એકતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે સમાજના અગ્રણી આગેવાનો તથા હોદ્દેદારો તેમજ તેજસ્વી રાજપૂત સમાજના વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જ્યાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજપૂત સમાજની ગૌરવવંતી પરંપરા, શિક્ષણનું મહત્વ અને યુવાનોએ સમાજ ઉત્થાનમાં આપવાના યોગદાન વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમાજના વિકાસ, એકતા અને શિક્ષણ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વિજયાદશમીની શુભેચ્છાઓ સાથે સ્નેહમિલન સંપન્ન થયું હતું.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો