MORBI:મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ: મોરબી અને હળવદમાં અડધો ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક

સમગ્ર મોરબી જિલ્લામાં રવિવાર સાંજથી અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી. રવિવારે રાતભર તેમજ સોમવારે સવાર સુધી વરસાદી માહોલ યથાવત રહેતા મોરબી અને હળવદ તાલુકામાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જિલ્લા કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે ૬ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.
તાલુકાવાર વરસાદના આંકડા (મીમીમાં):હળવદ: ૧૬ મીમી (સૌથી વધુ) મોરબી: ૧૪ મીમી ટંકારા: ૦૭ મીમી વાંકાનેર: ૦૫ મીમી માળિયા (મી): ૦૪ મીમી
સોમવારે સવારથી પણ આકાશ વાદળછાયું રહ્યું છે અને વરસાદી ઝાપટાં ચાલુ રહેતા આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક રાહત તો ક્યાંક પાકને લઈને ચિંતા જોવા મળી રહી છે.











