MORBI:મોરબી: ૪૬ વર્ષ જૂના પ્રશ્નો અને જમીન વારસાઈ કૌભાંડ મામલે અરજદારના આમરણ ઉપવાસનો ત્રીજો દિવસ; તંત્ર સામે આક્રોશ

MORBI:મોરબી: ૪૬ વર્ષ જૂના પ્રશ્નો અને જમીન વારસાઈ કૌભાંડ મામલે અરજદારના આમરણ ઉપવાસનો ત્રીજો દિવસ; તંત્ર સામે આક્રોશ

ગાંધીનગર સુધી ઉપવાસ છાવણી લંબાવવાની ચીમકી: કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો જવાબદારી વહીવટી તંત્રની રહેશે

મોરબી મહાનગરપાલિકા કચેરી પરિસરમાં આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે અનુસૂચિત જાતિ વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચલાવવામાં આવી રહેલા શાંતિપૂર્ણ આમરણ ઉપવાસ આંદોલનથી સ્થાનિક વહીવટી તંત્રમાં ચર્ચા જાગી છે. ૪૬ વર્ષ જૂના મિલકત આકારણીના વિવાદ તેમજ પૈતૃક જમીનમાં થયેલા વારસાઈ કૌભાંડના ન્યાય માટે તારીખ ૨૮/૦૯/૨૦૨૬થી આ આમરણ ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે.

૪૬ વર્ષ જૂનો મિલકત આકારણી પ્રશ્ન: પૂર્વ ગ્રામ પંચાયત માળિયા વનાળિયા (હાલ મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. ૪) વિસ્તારની વિવિધ મિલકતોની પુનઃ આકારણી (રી-એસેસમેન્ટ) કરી કાયદેસર વેરા સ્વીકારવા માટે વર્ષોથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

*વારસાઈ હક કૌભાંડનો આક્ષેપ: મોરબી તાલુકાના આમરણ ગામના સર્વે નંબર ૧૮૧ અને ૨૬૮ પૈકીની પિતાની મિલકતમાં વારસાઈ હક બાબતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. અરજદારના જણાવ્યા અનુસાર, સ્થાનિક વગદારો દ્વારા વારસાઈ હક આપવા સામે ગેરકાયદે નાણાંની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર કચેરી સુધી વારંવાર લેખિત પુરાવા સાથે રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળતાં આખરે આ અંતિમ પગલું ભરવું પડ્યું છે.*

 

 

*અરજદાર રામજીભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ દિવસથી દિવસ-રાત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પટાંગણમાં ભૂખ હડતાલ પર બેઠા હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નોંધ લેવામાં આવી નથી. જો ભૂખ હડતાલ દરમિયાન કોઈ પણ શારીરિક ઈજા કે અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી જિલ્લા વહીવટી તંત્રની રહેશે.”તેમણે ઉમેર્યું હતું કે જો સ્થાનિક સ્તરે તાત્કાલિક યોગ્ય નિકાલ નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ઉપવાસ છાવણી ખાતે આંદોલન લઈ જવાની ફરજ પડશે.આ મામલે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને લેખિત નકલો રવાના કરી તાકીદે ન્યાયિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો