MORBI:મોરબી APMC ચૂંટણી પરિણામ: ખેડૂત વિભાગની 10માંથી 7 બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય 

MORBI:મોરબી APMC ચૂંટણી પરિણામ: ખેડૂત વિભાગની 10માંથી 7 બેઠકો પર પરિવર્તન પેનલનો વિજય

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ખેડૂતોએ સત્તાધારી પક્ષનો દાવ ઊંધો પાડી દીધો છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 7 બેઠકો પર ‘ખેડૂત પરિવર્તન પેનલ’નો ભવ્ય વિજય થયો છે, જ્યારે ભાજપ પ્રેરિત ‘સહકાર પેનલ’ માત્ર 3 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે. બીજી તરફ વેપારી વિભાગની 4 બેઠકોમાં બંને પેનલ વચ્ચે 2-2 બેઠકો સાથે ટાઈ થઈ છે.

ખેડૂત વિભાગ પરિણામ (કુલ 10 બેઠકો)કુલ 1,507 નોંધાયેલા મતદારોમાંથી 1,148 મતદારોએ મતદાન કરતાં 96.08% જેટલું જંગી મતદાન નોંધાયું હતું. ખેડૂત પરિવર્તન પેનલ (7 વિજેતા ઉમેદવારો):અઘારા નયનભાઈ લાલજીભાઈ – 724 મત – કડીવાર નથુભાઈ ભુરાભાઈ – 691 મત – મેરજા સતિષભાઈ ભાણજીભાઈ – 690 મત – ઉજરીયા મનસુખભાઈ ભાણાભાઈ – 688 મત – જાડેજા ધર્મરાજસિંહ બાલકૃષ્ણસિંહજી – 677 મત – ડાંગર વિનોદભાઈ હિરાભાઈ – 677 મત – પાંચોટીયા રાજેશભાઈ જેઠાભાઈ – 674 મત – સહકાર પેનલ (વિજેતા ઉમેદવારો): ડાકા પ્રવીણભાઈ ટપુભાઈ – 706 મત – દેત્રોજા અમરશીભાઈ જીવરાજભાઈ – 682 મત

વેપારી વિભાગ પરિણામ (કુલ 4 બેઠકો) -વેપારી વિભાગમાં બંને પેનલો વચ્ચે સમાન મુકાબલો રહ્યો હતો, જેમાં બંનેને 2-2 બેઠકો મળી છે.રાજેશભાઈ દામજીભાઈ બરાસરા (સહકાર પેનલ) – 36 મત (વિજેતા) ઘનશ્યામભાઈ જયંતીલાલ બાવરવા (ખેડૂત પરિવર્તન પેનલ) – 34 મત (વિજેતા) બાબુલાલ રૂગનાથભાઈ ભાડજા (ખેડૂત પરિવર્તન પેનલ) – 30 મત (વિજેતા) સુરેશભાઈ જીવરાજભાઈ કાવર (સહકાર પેનલ) – 29 મત (ચિઠ્ઠી દ્વારા વિજેતા) કિશોરભાઈ થોભણભાઈ બાવરવા – 28 મત – જગદીશભાઈ કરમશીભાઈ સીણોજીયા – 21 મત

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વીજલાઈન વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનની સીધી અસર આ ચૂંટણી પરિણામોમાં જોવા મળી છે. ખેડૂતોએ એક થઈ પરિવર્તન પેનલની તરફેણમાં મતદાન કરી વર્ષોથી ચાલ્યા આવતા સહકાર પેનલના દબદબાને મોટો આંચકો આપ્યો છે.

રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો અજેય ગઢ ગણાતી મોરબી માર્કેટિંગ યાર્ડની સત્તા પરથી ખેડૂતોએ સત્તાધારી જૂથને ઉખેડી ફેંક્યું છે. આ ચૂંટણીમાં ‘ખેડૂત પરિવર્તન પેનલ’નો દબદબાભેર વિજય થયો છે, જેને પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

દાયકાઓ જૂના દબદબાનો અંત: યાર્ડની સત્તા પર વર્ષોથી એકચક્રી શાસન ભોગવતા સહકારી આગેવાન મગનભાઈ વડાવીયાની પેનલને મતદારોએ નકારી કાઢી છે. ખેડૂત પરિવર્તન પેનલે બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે.વીજપોલ આંદોલનની સીધી અસર: સ્થાનિક સ્તરે ખેડૂતોની જમીનોમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનો અને વીજપોલ સામે ચાલેલા ઉગ્ર આંદોલનનો રોષ ભાજપ પ્રેરિત પેનલને નડ્યો હોવાનું સ્પષ્ટપણે ચર્ચાઈ રહ્યું છે. આ વિરોધ મતદાન મથક સુધી પહોંચ્યો અને પરિણામોમાં પરિવર્તન સ્વરૂપે દેખાયો.​બદલાવનો સ્પષ્ટ સંદેશ: મોરબી પંથકના ખેડૂતો અને મતદારોએ પરંપરાગત રાજકીય પકડ સામે એક થઈને મતદાન કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સહકારી માળખામાં ખેડૂતોના હિતોની અવગણના ભારે પડી શકે છે.​ચૂંટણી પરિણામો જાહેર થતાં જ ખેડૂત પરિવર્તન પેનલના સમર્થકો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ ઢોલ-નગારા અને ગુલાલની છોળો વચ્ચે વિજયોત્સવ મનાવ્યો હતો. સૌરાષ્ટ્રના સહકારી રાજકારણમાં આ પરિણામ લાંબા ગાળાની અસરો છોડશે તે નક્કી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો