મોરથલ તાલુકા પંચાયતના ડેલિગેટ સહિત સામે મહિલાના ગંભીર આક્ષેપ, માથામાં 3 ટાંકા આવ્યા હોવાનો સોનિયાબેન ઠાકોર દાવો

મોરથલ ગામે પગાર વધારાની માંગને લઈને યોજાયેલી પંચાયતની મીટિંગ બાદ વિવાદ વકર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ગામની સોનિયાબેન હજૂરભાઈ ઠાકોરે તાલુકા પંચાયતના ડેલિગેટ ગેનાજી હેદુજી સહિત કેટલાક લોકો સામે મારામારી અને ધમકીના ગંભીર આક્ષેપ કર્યા છે.

સોનિયાબેનના જણાવ્યા મુજબ, તેઓ અન્ય લોકો સાથે પંચાયતની મીટિંગમાં પગાર મેળવવા તેમજ પગારમાં વધારો કરવાની રજૂઆત માટે ગયા હતા. દરમિયાન મીટિંગમાં વિરોધ થતાં તેમની અને અન્ય લોકોની જાહેરમાં બેઇજ્જતી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ પાછળથી આવી તેમના ઉપર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો સોનિયાબેને દાવો કર્યો છે.

હુમલામાં ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને થરાદ સારવાર માટે લઈ જવાયા હતા. સોનિયાબેનના જણાવ્યા મુજબ, સારવાર દરમિયાન માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા.

‘*ફરિયાદ કરવા છતાં ફરિયાદ ન લીધી’ હોવાનો આક્ષેપ*

સોનિયાબેને વધુમાં આક્ષેપ કર્યો છે કે બનાવ બાદ તેઓ 8 તારીખે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. આ દરમિયાન પોલીસ અંગે પણ તેમને કથિત રીતે ધમકીભર્યા શબ્દો કહેવામાં આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે.

સોનિયાબેનનો વધુ ગંભીર આક્ષેપ છે કે હાલ પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તેમણે તંત્ર સમક્ષ ન્યાયની માંગ કરી છે.

*પોલીસ તપાસ સામે અનેક સવાલો*

મહિલાના આક્ષેપોને પગલે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે. જો ખરેખર મારામારી થઈ હોય તો બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં? ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લેવામાં આવી કે નહીં? તેમજ જાનથી મારી નાખવાની ધમકી અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? તે અંગે હવે પોલીસનું સત્તાવાર નિવેદન મહત્વનું બની રહેશે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો