નર્મદા : “ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬” નો નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા વિરોધ

નર્મદા : “ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬” નો નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા વિરોધ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગુજરાત વિધાનસભા ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ નું નવું બિલ પાસ કરવામાં આવ્યું છે જેનો સમગ્ર રાજ્યમાં બાર એસોસિએશન વિરોધ કરી રહ્યું છે

૨૯/૦૯/૨૦૨૬ નાં રોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનની સામાન્ય સભા જેમાં ગુજરાત સરકાર દ્વારા ‘ ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬’ નું નવું બિલ વિધાનસભામાં પસાર કરેલ જે વિધેયકની સભામાં ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી અને આ ચર્ચામાં નર્મદા જિલ્લા બાર એસોસિએશનની સામાન્ય સભામા, વિગતવાર ચર્ચાને અંતે સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે, ‘ ગુજરાત ભાડા વિધેયક 2026’ ગુજરાતનાં તમામ નાગરિકોના હક અને હિત વિરુદ્ધનું છે અને તે નાગરિકના હક્કો પર સીધી રીતે તરાપ મારનારૂ અને બંધારણની જોગવાઈ વિરુદ્ધ છે. વધુમાં આ નવા કાયદાનાં કારણે ન્યાયતંત્ર દ્વારા મળતાં કાનૂની અધિકારો અંગે પ્રેસ મીડિયા માધ્યમથી નાગરિકોને માહિતી આપવી તેમ ઠરાવી વધુમાં તાત્કાલિક અસરથી જ્યાં સુધી આ વિધેયક પાછું ખેંચવામાં ન આવે અગર તો તેમાં સૂચિત સુધારા કરવાંમાં નાં આવે તે હેતુ થી વિરોધ પ્રદર્શન કરાયો હતું જે સંદર્ભે તા. ૩૦/૦૯/૨૦૨૬ થી તા. ૦૩/૧૦/૨૦૨૬ સુધી તમામ પ્રકારની કોર્ટ કામગીરી બંધ રાખી અને કોર્ટ બિલ્ડીંગમાં જડબેસલાક પ્રવેશબંધી કરવી, ધરણા, ઉપવાસના કાર્યક્રમો આપવા અને આ આંદોલનને વેગવંતુ તથા જીવંત રાખવા માટે, ગુજરાતના નાગરિકોને ન્યાયતંત્ર પાસેથી સાચો ન્યાય મળે તે માટે, ગુજરાતના તમામ વકીલ મંડળો તથા બાર કાઉનિ્સલ ઓફ ગુજરાતને પણ આ લડતમાં સામેલ કરવા માટે વિનંતી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો

 

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો