વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ ઓક્ટોબર : તાજેતરમાં જ સંપન્ન થયેલા કચ્છના ઐતિહાસિક અને લોકપ્રિય ‘મોટા યક્ષ મેળો–૨૦૨૬’ માં વિશાળ સંખ્યામાં પધારેલ તમામ શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓનો પ્રાંત તથા મામલતદાર કચેરી, નખત્રાણા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. જાહેર જનતાના સાથ અને સહકારથી આ વર્ષનો મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.વહીવટી તંત્ર હરહંમેશ લોકોની સુખાકારી અને મેળાની વ્યવસ્થામાં ઉત્તરોત્તર સુધારો લાવવા માટે કટિબદ્ધ છે. આગામી વર્ષોમાં મેળાનું આયોજન વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુવિધાજનક બની રહે તે હેતુથી, આ વર્ષના મેળાની વ્યવસ્થા અંગે આપના અનુભવો અને રચનાત્મક સૂચનો વહીવટીતંત્ર માટે મહત્વપૂર્ણ છે.આથી, મેળાની મુલાકાત લેનાર તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓનલાઈન ફોર્મ મારફતે પોતાનો નિષ્પક્ષ પ્રતિસાદ અને મૂલ્યવાન સૂચનો અચૂક મોકલી આપે. આપનો આ પ્રયાસ આગામી મેળાની વ્યવસ્થાને વધુ સગવડભર્યો અને નાગરિકલક્ષી બનાવવામાં ખૂબ જ મદદરૂપ થશે.પ્રતિસાદ અને સૂચનો આપવા માટેની લિંક: https://forms.gle/nvc16bh5aDRvgb119(આ લિંક પર ક્લિક કરી આપનું મંતવ્ય સરળતાથી નોંધાવી શકશો.)તમામ નાગરિકોને આ લિંક વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા (પણ અનુરોધ કરવામાં આવે છે, જેથી બહોળા પ્રમાણમાં લોકોના સૂચનો વહીવટી તંત્ર સુધી પહોંચી શકે તેમ પ્રાંત અધિકારી તથા મામલતદારશ્રી, પ્રાંત તથા મામલતદાર કચેરી, નખત્રાણા દ્વારા જણાવાયું છે.











