Rajkot: રાજકોટ જિલ્લામાં વાજબી ભાવની ૭૦૦ દુકાનો ઉ૫ર લોકોએ “આશીર્વાદના દીવડા” પ્રગટાવી વડાપ્રધાનશ્રીને શુભકામનાઓ પાઠવી

તા.૧૮/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન નિમિત્તે રાજકોટ જિલ્લાના આશરે ૭૦૦ જેટલા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ઉ૫ર લાભાર્થીઓ દ્વારા “આશીર્વાદના દીવડા”ઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે તથા તેના ખોરાકની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અમલમાં મુકવામાં આવી છે. જેના થકી જરૂરીયાતમંદ કુટુંબોને પ્રત્યેક વ્યક્તિદીઠ દર મહીને પાંચ કિલો અનાજ વિના મુલ્યે પુરુ પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ ૩,૦૭,૫૯૩ જેટલા રેશનકાર્ડના કુલ ૧૧,૭૯,૨૨૫ જેટલા લાભાર્થીઓ લાભ મેળવે છે.

પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે લાભાર્થીઓએ “આશીર્વાદના દીવડા”ઓ પ્રગટાવ્યા અને તેમના દીર્ઘાયુ માટે શુભકામનાઓ પાઠવી હતી.

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો