કચ્છ જિલ્લામાં “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન: ૩જી ઓક્ટોબરે માનકુવા ખાતે યોજાશે સ્પર્ધા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

કલા અને સર્જનને પ્રોત્સાહન આપવા ૧૫ હજાર સુધીના રોકડ પુરસ્કાર સાથે જિલ્લા કક્ષાની રંગોળી સ્પર્ધા યોજાશે.

ભુજ,તા-૦૧ ઓક્ટોબર : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરની પ્રેરણા અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભુજ-કચ્છ દ્વારા “સેવાના રંગ રાષ્ટ્રના સંગ” અંતર્ગત ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી તારીખ ૦૩-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે માનકુવા હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે.કચ્છ જિલ્લાના યુવક-યુવતીઓમાં રહેલી કલા અને સર્જનશક્તિને યોગ્ય મંચ પૂરો પાડવાના હેતુથી આ સ્પર્ધા મુખ્ય બે વિભાગમાં યોજવામાં આવશે: (અ) વ્યક્તિગત રંગોળી સ્પર્ધા અને (બ) ગ્રુપ રંગોળી સ્પર્ધા. સ્પર્ધાના નિયમો અનુસાર, સ્પર્ધકોએ માત્ર કુદરતી અને પ્રાકૃતિક સામગ્રીનો જ ઉપયોગ કરવાનો રહેશે. જેમાં ફૂલ, માટી, રેતી, ચોખા, વિવિધ બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો સમાવેશ થાય છે. રાસાયણિક રંગોનો ઉપયોગ કરી શકાશે નહીં. સ્પર્ધકોએ પોતાની કૃતિ (રંગોળી અથવા કોલાજ વર્ક) તૈયાર કરવા માટે જરૂરી તમામ સામગ્રી પોતાની સાથે લાવવાની રહેશે.આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ રાષ્ટ્રપ્રેમ અને વિકાસને ઉજાગર કરતા નીચે દર્શાવેલ વિષયો પૈકી કોઈપણ એક થીમ(વિષય) પર પોતાની રંગોળી કે કોલાજ વર્ક બનાવવાનું રહેશે:- (૧) વિકસિત ભારત @૨૦૪૭,

(૨) મેક ઇન ઇન્ડિયા

(૩) જન કલ્યાણકારી યોજનાઓ,

(૪) રાષ્ટ્રીય પ્રતીક

(૫) વિકસિત ભારતનું સ્વપ્ન,

(૬) સેવા સંકલ્પ અભિયાન

(૭) સપ્તધારા વિઝન

(૮) આત્મનિર્ભર ભારત

આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને આકર્ષક રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનારને રૂ. ૫,૦૦૦, દ્વિતીય ક્રમે રૂ. ૩,૦૦૦ અને તૃતીય ક્રમે રૂ. ૨,૫૦૦ નો પુરસ્કાર અપાશે. જ્યારે ગ્રુપ રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય ક્રમે રૂ. ૧૦,૦૦૦ અને તૃતીય ક્રમે રૂ. ૭,૫૦૦ નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા તમામ સ્પર્ધકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન માટે લિંક (https://forms.gle/HXMp86UFKyX6igSn7) પર જઈને પોતાની વિગતો ભરવાની રહેશે. વધુમાં વધુ યુવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાની કલાનું પ્રદર્શન કરે તેવો અનુરોધ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે.‌

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો