RBSK યોજના મુન્દ્રાની નાનકડી પરી માટે બની સંજીવની: જન્મજાત હૃદયરોગની સારવારથી હૃદય વધુ સ્વસ્થ ધબકતું થયું.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

સમયસરની ઓળખ અને યોગ્ય રિફરલથી બાળકીને મળ્યું નવજીવન, પરિવારમાં ફરી ખુશીની લહેર.

ભુજ,તા-૨૫ સપ્ટેમ્બર : મુન્દ્રા નાનકડી પરી નીખિલ કુમાર માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમની સમયસરની કામગીરી આશાનું નવું કિરણ બનીને આવી છે. RBSK અંતર્ગત શાળા આરોગ્ય તપાસ દરમિયાન બાળકીમાં જન્મજાત હૃદયરોગ (CHD) ની ગંભીર બીમારીની ઓળખ કરવામાં આવ્યા બાદ બાળકીનું સફળ ઓપરેશન થતાં તેણીના જીવનમાં નવો ઉજાશ ફેલાયો છે.
મૂળ બિહાર વતની પરિવારની ૧૦ વર્ષીય બાળકીમાં રહેલી આરોગ્ય સમસ્યાની સમયસર ઓળખ થયા બાદ RBSK ટીમ મુન્દ્રા દ્વારા તાત્કાલિક જરૂરી તપાસ, પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સારવાર માટે રિફરલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુ સારી અને સઘન સારવાર માટે પરીને અમદાવાદ સ્થિત યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે રિફર કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ તજ્ઞ તબીબો દ્વારા પરીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સફળ સારવાર બાદ પરી સંપૂર્ણ સ્વસ્થ થઈ પોતાના પરિવારમાં પરત ફરી છે, જેના કારણે પરિવારના ચહેરા પર ફરી એકવાર ખુશીની લાગણી જોવા મળી છે. સારવાર બાદ પણ RBSK ટીમ દ્વારા સતત અનુસરણની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ RBSK ટીમ મુન્દ્રા દ્વારા પરીના ઘરે હોમ વિઝિટ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકીના સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી, પરિવારને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સારવાર બાદની સ્થિતિનું સઘન અનુસરણ કરવામાં આવ્યું હતું.પરીની આ સફળ સારવાર માત્ર એક તબીબી સફળતા નથી, પરંતુ સમયસરની ઓળખ, યોગ્ય સારવાર અને સતત અનુસરણ દ્વારા એક બાળકને સ્વસ્થ ભવિષ્ય તરફ લઈ જતી સંવેદનશીલ કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સફર પરિવાર માટે ચિંતા અને આશાથી શરૂ થઈ હતી, પરંતુ યોગ્ય સમયે મળેલી સારવારથી આજે પરીનું હૃદય વધુ સ્વસ્થ રીતે ધબકી રહ્યું છે. બાળકીના સ્વસ્થ ભવિષ્ય માટે RBSK ટીમ મુન્દ્રાની કામગીરી અને ટીમવર્ક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયું છે.”સમયસરની ઓળખ, યોગ્ય સારવાર અને સતત અનુસરણ — બાળકના સ્વસ્થ ભવિષ્યની મજબૂત શરૂઆત.”RBSK ટીમ મુન્દ્રા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી બાળ આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, સંવેદનશીલતા અને ટીમવર્કનું સુંદર ઉદાહરણ છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો