MORBI:મોરબીના મહારાણી સાહેબ વિજયારાજ કુંવરબાનું ૯૭ વર્ષની વયે દુઃખદ નિધન

મોરબીના મહારાણી સાહેબ વિજયારાજ કુંવરબાનું ૯૭ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી રાજવી પરિવાર તેમજ સમગ્ર મોરબી પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પાર્થિવ દેહનું આગમન: તેમના પાર્થિવ દેહને મુંબઈથી ખાસ ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ લવાશે અને ત્યાંથી સાંજે મોરબી લાવવામાં આવશે.અંતિમ દર્શન: આવતીકાલે સવારે ૭:૩૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ન્યૂ પેલેસ ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.અંતિમ સંસ્કાર: ત્યારબાદ રાજવી પરિવારની પરંપરા અનુસાર ધોળેશ્વર સ્મશાન ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.














