રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરાયુ

રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નુ આયોજન કરાયુ

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા તા. ૨૮ સપ્ટેમ્બરથી તા. ૪ ઓક્ટોબર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સહ યજમાન પી.બી. પટેલના નિવાસસ્થાન 56 હરદ્વાર સોસાયટી ખાતે થી પોથીયાત્રા નીકળી ટીબી વિસનગર રોડ ઉપર ફરી હતી ત્યારબાદ રોટરી ક્લબ હોલ ખાતે પોહચી હતી ત્યારબાદ કથાવક્તા શ્રી અજયજી ના મુખેથી ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. દરરોજ બપોરે ૩થી સાંજે ૬ વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન તરીકે પિયુષભાઈ જયંતીભાઈ પટેલ (C.A.) પરિવાર જોડાયા છે. સહયોગી દાતાઓમાં કાનજીભાઈ ઈશ્વરભાઈ પટેલ, (અલકા ઇન્ડ્રુસ્ટ્રીઝ), નવીનભાઈ ત્રિકમભાઈ પટેલ,(મહેશ્વર સ્ટીલ ), ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ,(ઍસ્યોર સર્જીકલ) , પૂજન કુમાર જયંતીભાઈ પટેલ,( મહાદેવ મેટલ), ઉમંગ પરેશભાઈ પટેલ ફુદેડા મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી( પ્રમુખગ્રુપ ), વિશાલકુમાર પ્રહલાદભાઈ પટેલ (મણિપુરા), જીગ્નેશકુમાર પ્રહલાદભાઈ પટેલ આસ્થા પેટ્રોલ પમ્પ તથા રાજુભાઈ શંકરભાઈ પટેલ હિરપુરા નો સહયોગ મળ્યો છે.
આ આયોજનમાં શ્યામજી ભાઈ ગોર , પીબી પટેલ , અજય જે પટેલ ,પરેશ ટી. પટેલ, પ્રિતેશ વાય. પટેલ, કે. એન. આચાર્ય, સંકેત એસ. પટેલ તથા મનોજ આર. પટેલ સહિત રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો જોડાયા છે. રોટરી ક્લબ ઓફ વિજાપુર પરિવાર દ્વારા ભાવિકોને સહપરિવાર ઉપસ્થિત રહી ભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો