નવરાત્રી પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ એક્શનમાં: જવાહર ચોક ખાતે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ અને વાહન વ્યવહારનું ચેકિંગ કરાયું.

તા.29/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર: આગામી પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાં ટ્રાફિક જામ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના અતિ ધમધમતા એવા જવાહર ચોક વિસ્તારમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખાસ સર્વેલન્સ અને ટ્રાફિક નિયમન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પીએસઆઇ સી.એ. એરવાડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ ભાવુભા ઝાલા તથા અશ્વિનભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા જવાહર ચોક ખાતે ડ્રોન કેમેરા ઉડાડીને સમગ્ર વિસ્તારનું આકાશી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન સર્વેલન્સ દરમિયાન રોંગ સાઈડમાં વાહનો ચલાવતા, આડેધડ પાર્કિંગ કરતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત નવરાત્રીના તહેવારોમાં ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસે યોગ્ય પોઈન્ટ ગોઠવી વાહનચાલકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ટ્રાફિક વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આવી આધુનિક ટેકનોલોજી આધારિત ડ્રાઈવ અને કડક સર્વેલન્સ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો