મૂળચંદ આંગણવાડી ખાતે સ્વ. વિષ્ણુભાઈ ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને રમકડાં અને નાસ્તાનું વિતરણ કરાયું.

તા.29/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: સ્વ. વિષ્ણુભાઈ બચુભાઈ ગઢવી ચેરીટેબલ મેમોરેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે તારીખ 25 સપ્ટેમ્બર 2026ના રોજ મૂળચંદ આંગણવાડી ખાતે બાળકો માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડીના નાના- ભૂલકાંઓને રમકડાં તેમજ પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમમાં મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ તેમજ વોર્ડ નંબર 5ના કોર્પોરેટર રમીલાબેન કાલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતિ નવલબા ગઢવી, ટ્રસ્ટી દાદુભા ગઢવી તેમજ દેવરાજભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ સાહેલીના બહેનો, ભાજપ સંગઠનના બહેનો, અગ્રણી અશોકભાઈ ભાડકા, આશા વર્કર બહેનો તથા આંગણવાડી કાર્યકર નીતાબેન સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સરાહનીય અને સેવાકીય કાર્યને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો