AI એટલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. ટેકની આ દુનિયામાં આનાથી વધુ કોઈ ચર્ચિત શબ્દ નથી. દરરોજ આપણને ક્યાંકને ક્યાંક આ AI વિશે સાંભળવા મળતું હોય છે. આ ડિજિટલ યુગમાં AIનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને તેને વધુ ને વધુ પાવરફુલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ટેક વર્લ્ડના ત્રણ સૌથી મોટા દિગ્ગજોએ AIની સ્પીડ પર બ્રેક લગાવવા પર સહમતિ દર્શાવી છે. તેમનું માનવું છે કે હવે આ ટેકનોલોજીને થોડી ધીમી કરવાની જરૂર છે.

એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ AI કંપનીઓને ટેકનોલોજીમાં થઈ રહેલા ઝડપી ડેવલપમેન્ટ પર બ્રેક લગાવવાની અપીલ કરી છે. તેમના આ વલણ પર OpenAIના CEO સેમ ઓલ્ટમેન અને xAIના પ્રખમ ઈલોન મસ્કે પણ હામી ભરી છે.
શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમોડેઈએ AIને લઈને કહ્યું કે જેમ-જેમ મોડલની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે, કંપનીઓને સિક્યુરિટી મજબૂત કરવા માટે વધુ સમયની જરૂર છે.
અમોડેઈએ સુરક્ષાની તપાસ માટે મોટી AI કંપનીઓમાં કર્મચારીઓ જેવી એક્સેસ ધરાવતા ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને તહેનાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે તપાસ વગર થઈ રહેલા ડેવલપમેન્ટને રોકવા માટે AI કંપનીઓ વચ્ચે તાલમેલ અને ગ્લોબલ લેવલ પર આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની વાત કહી.
અમોડેઈએ લખ્યું કે, ‘આપણે AI મોડલની ક્ષમતાઓને સુધારવાની સ્પીડને ધીમી કરવી પડશે. તેમ છતાં ડેવલપમેન્ટ ઝડપી દેખાશે, પરંતુ આપણને મળેલા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.’
સેમ ઓલ્ટમેને અમોડેઈના આ પ્રસ્તાવને સમર્થન આપતા કહ્યું, ‘હું ડારિયો સાથે સહમત છું કે આપણે મોરચાની રફ્તારને કંટ્રોલ કરવાની જરૂર છે. હાલના સપ્તાહોમાં OpenAIમાં આપણી બેઠકોનો આ જ મુખ્ય મુદ્દો રહ્યો છે. ઈન્ડિપેન્ડન્ટ ઈવેલ્યુએટર્સને અંદરની એક્સેસ આપવી એ એક શ્રેષ્ઠ આઈડિયા છે અને આપણે પણ એવું જ કરીશું.’ બીજી તરફ ઈલોન મસ્કે પણ સહમતિ દર્શાવતા લખ્યું કે, ‘ડારિયો તદ્દન સાચુ કહી રહ્યા છે.’









