ઝઘડિયાના યુવક સાથે ઓનલાઇન છેતરપીંડીનો મામલો:એસબીઆઇની પોલીસીનું બહાનું આપી રૂપિયા ૭.૮૦ લાખ પડાવ્યાનો આક્ષેપ

ઝઘડિયાના યુવક સાથે ઓનલાઇન છેતરપીંડીનો મામલો:એસબીઆઇની પોલીસીનું બહાનું આપી રૂપિયા ૭.૮૦ લાખ પડાવ્યાનો આક્ષેપ

 

અલગઅલગ તબક્કે ગુગલ પે અને બેન્ક એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ૭.૮૦ લાખ રૂપિયાની છેતરપીંડીની યુવક દ્વારા ફરિયાદ: સમગ્ર પંથકમાં ચકચાર

 

ઝઘડિયા તા.૧૦ સપ્ટેમ્બર ‘૨૬

 

એસબીઆઈની પોલિસીનું બહાનું આપી ઝઘડિયાના યુવક સાથે રૂપિયા ૭.૮૦ લાખની ઓનલાઈન છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ અંગે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાવાયેલ ફરિયાદ મુજબ મુળ ઝઘડિયા તાલુકાના પડવાણીયાના અને હાલ ઝઘડિયાની ગ્રીનવેલી સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય નવનીતભાઈ ચંપકભાઈ વસાવા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તા.૨૭ જુલાઈ ૨૦૨૬ ના રોજ તેઓ નોકરી પર હતા ત્યારે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાનું નામ ‘જાનવી’ હોવાનું જણાવી એસબીઆઈ બ્રાન્ચમાંથી બોલતી હોવાનું કહ્યું હતું.

ફોન કરનાર યુવતીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તેમની એસબીઆઈ બ્રાન્ચમાં પોલિસી ચાલી રહી છે અને તેમાં રૂપિયા બે લાખ ભરવાના બાકી છે. જો બે દિવસમાં આ રકમ ભરવામાં આવશે તો તેમને બોનસ અને કમિશન સહિત કુલ રૂપિયા ૨.૬૪ લાખનો લાભ મળશે તેવી વાત કરવામાં આવી હતી.

ત્યારબાદ તા.૨૯ જુલાઈના રોજ ફરીથી ફોન કરી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ નંબર આપી તેમાં રૂપિયા એક લાખ જમા કરાવવા જણાવાયું હતું. ફરિયાદી નવનીતભાઇએ પોતાના મોબાઈલથી ગૂગલ-પે મારફતે રૂપિયા ૫૦ હજારના બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા એક લાખ ટ્રાન્સફર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

આ પછી તા.૭ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ ફરી ફોન કરી પોલિસીના બીજા રૂપિયા એક લાખ ભરવાના બાકી હોવાનું જણાવી તે રકમ ભરવાથી ચાલુ મહિનાની ૧૫ કે ૧૬ તારીખે રૂપિયા ૨.૬૪ લાખ ખાતામાં જમા થઈ જશે તેવી લાલચ આપવામાં આવી હતી. આથી ફરિયાદી નવનીતભાઇએ અગાઉ આપવામાં આવેલા બેંક ઓફ બરોડાના ખાતામાં ફરી ગૂગલ-પેથી રૂપિયા ૫૦ હજારના બે ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા એક લાખ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ

તા.૧૭ ઓગસ્ટના રોજ ફરિયાદીએ ફોન કરી અગાઉ ભરેલા પૈસા પરત કેમ મળ્યા નથી તે અંગે પૂછપરછ કરી હતી. ત્યારે ‘જાનવી’ નામથી વાત કરનાર યુવતીએ ફરિયાદીને વધુ રૂપિયા ૫.૮૦ લાખ ભરવા પડશે તેમ જણાવ્યું હતું. આ રકમ ભર્યા બાદ તેમની બે આઈડીમાંથી એક આઈડી થઈ જશે અને ત્યારબાદ દર મહિને પેન્શન મળશે તેવી વાત પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન અન્ય મોબાઇલ નંબરથી વોટ્સએપ મારફતે બેંક ઓફ બરોડાના ખાતાની વિગતો મોકલી તેમાં રકમ જમા કરાવવા જણાવાયું હતું. ફરિયાદીએ એ લોકોની વાતોથી ભોળવાઇને તા.૧૮ ઓગસ્ટના રોજ પોતાના ગૂગલ-પે ખાતામાંથી રૂપિયા ૫૦ હજારના ચાર અલગ-અલગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા બે લાખ ટ્રાન્સફર કર્યા હતા,તેમજ

ચેકથી પણ રૂપિયા ૩.૮૦ લાખ જમા કરાવ્યા હતા. આમ ફરિયાદી નવનીતભાઇએ અલગ-અલગ તબક્કામાં ઓનલાઈન તથા ચેક મારફતે કુલ રૂપિયા ૭.૮૦ લાખની રકમ આપ્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.

ત્યારબાદ તા.૨૧ ઓગસ્ટના રોજ ફરિયાદી નવનીતભાઇએ ફોન કરી હજુ સુધી પૈસા પરત મળ્યા નથી તેમ જણાવ્યું હતું. ત્યારે ‘જાનવી’ નામથી વાત કરનાર યુવતીએ વધુ એક બેંક એકાઉન્ટ ખોલાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ નવું ખાતું ખોલાવવાની ના પાડી પોતાના પૈસા પરત આપવા જણાવતા સાત દિવસ બાદ રકમ પરત મળશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

પૈસા પરત નહીં મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા ફરિયાદી નવનીતભાઇએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ તેમને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ભરૂચ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ રૂપિયા ૫.૮૦ લાખની ઓનલાઈન છેતરપિંડી અંગે ફરિયાદ કરવામાં આવી હતી તથા રૂપિયા બે લાખ અંગે ઈ-ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.

આ સમગ્ર મામલે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૮ હેઠળ મોબાઇલ નંબરોના આધારે કુલ ત્રણ અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે ઝઘડિયા પોલીસ દ્વારા ફરિયાદમાં દર્શાવાયેલા મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તથા અન્ય વિગતોના આધારે સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

Horoscope

Weather

વધુ વાંચો

જીવનના સંઘર્ષમાં સકારાત્મક અભિગમ અને સમયસર સહાય બની શકે છે સંજીવની, ડૉ. સુભાષ મહિલા કોલેજ ખાતે ‘આત્મહત્યા નિવારણ : ચેતવણીરૂપ સંકેતો, કારણો અને નિવારણના ઉપાયો’ વિષય પર પરિસંવાદ યોજાયો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો