તારીખ ૦૨/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ રેલ્વે સ્ટેશન સામે રહેતા વરૂનકુમાર પ્રદીપભાઈ ઢંડ, ઉ.વ. ૪૧, ધંધો વેપાર એ કાલોલ પોલીસ સ્ટેશનમાં ઇકો ગાડી ચોરીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, તેઓએ સને ૨૦૧૮માં અમદાવાદ શોરૂમ પરથી મારૂતિ કંપનીની ઇકો ફોર વ્હીલ ગાડી નં. GJ-01-HX-3419 ખરીદી હતી, જેનો ઉપયોગ તેઓ વેપાર ધંધામાં કરતા હતા. તેઓએ ગત તા. ૨૫/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે તેઓએ પોતાની ગાડી ડેરોલ સ્ટેશન ખાતે પોતાના ઘર આંગણે પાર્ક કરી હતી અને સુઈ ગયા હતા. બીજા દિવસે તા. ૨૬/૧૦/૨૦૨૬ ના વહેલી સવારે સાડા ચાર વાગ્યે જાગીને જોતા ગાડી પાર્ક કરેલ જગ્યાએ મળી આવી ન હતી.આજુબાજુમાં શોધખોળ કરવા છતાં ગાડી ન મળતા તેઓએ તારીખ ૨૬/૧૦/૨૦૨૬ ના રોજ કાલોલ પોલીસમાં જાણ કરી હતી અને આજદિન સુધી ડેરોલ તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ગાડી મળી ન આવતા આખરે ચોરીની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં ગાડીની અંદાજીત કિંમત રૂ. 1,50,000 જણાવવામાં આવી છે. કાલોલ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.










