કાલોલ સડક ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો: એક ફરાર.

તારીખ ૦૨/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે કાલોલ સડક ફળિયામાં રહેતો સંજયભાઈ કાન્તીભાઈ બારીયા તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ સંતાડી છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે બે પંચો ને સાથે રાખી બાતમી વાળા મકાનમાં રેઇડ કરતા એક ઇસમ હાજર મળી આવ્યો હતો.પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સંજયભાઈ કાન્તીભાઈ બારીયા ઉ.વ. 40, ધંધો મજૂરી, રહે. કાલોલ સડક ફળિયું હોવાનું જણાવ્યું હતું. પંચો રૂબરૂ ઘરની ઝડતી કરતા મકાનના વચ્ચેના રૂમના ખૂણામાંથી એક કાપડની થેલી મળી આવી હતી, જેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂના પ્લાસ્ટિકના સીલબંધ ક્વાર્ટર નંગ-12, કિંમત રૂ.1200 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ અંગે આરોપીને પાસ પરમિટ માંગતા કોઈ આધાર પુરાવો રજૂ કર્યો ન હતો. પૂછપરછમાં તેણે આ દારૂનો જથ્થો રાકેશકુમાર અનોપભાઈ બારીયા રહે. એરાલ ગામ, તા. કાલોલ એ આપ્યો હોવાનું કબુલ્યું હતું.પોલીસે પ્રોહી મુદ્દામાલ કબજે કરી આરોપી સંજયભાઈ બારીયાની અટકાયત કરી છે, જ્યારે બીજો આરોપી રાકેશ બારીયા ફરાર હોવાથી પોલીસે બંને વિરુદ્ધ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ 2016 ની કલમ 65(એ)(એ), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો