ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, ભુજ ખાતે ગાંધી સપ્તાહ નિમિત્તે ‘ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી સેમિનાર’ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૦૪ ઓક્ટોબર : યુવા અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને કરાયા જાગૃત.

ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ સેફ્ટીના નિયમો પાળવાનો અપાયો સંદેશ; પોલીસ અધિકારીઓએ આપેલા માર્ગદર્શનને પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા કો-ઓર્ડિનેટર એમ. આઈ. બાયડનું આહવાન.ભુજની ઐતિહાસિક ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી ‘ટ્રાફિક જાગૃતિ અને માર્ગ સલામતી કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંકલન એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય એન. કે. સીજુ બેન દ્વારા ઉપસ્થિત તમામ અતિથિ વિશેષોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગ્રેજી શાળાના આચાર્ય ભૂમિબેન ચોક્સી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધી સપ્તાહ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક વિભાગના માય ભારત (એન.વાય.કે.) ભુજના જિલ્લા યુવા અધિકારી અમિત શર્માના હસ્તે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી અને ફૂલહાર પહેરાવી કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજના આચાર્યા તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા પધારેલ તમામ મહાનુભાવોનું સાલ ઓઢાડી અને સુંદર પુસ્તક ભેટ આપીને ભાવભર્યું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.અમિત શર્મા.જિલ્લા યુવા અધિકારી, માય ભારત – એન.વાય.કે., કેન્દ્ર સરકાર સાંસ્કૃતિક વિભાગ, ભુજ,તેમણે વિદ્યાર્થીઓને ગાંધીજીના વિચારો સાથે જોડાઈને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ પણ એક શ્રેષ્ઠ નાગરિક ફરજ છે તે સમજાવ્યું હતું. તેમણે માર્ગ સલામતી અને સુરક્ષિત ડ્રાઇવિંગ અંગે વિદ્યાર્થીઓને વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આર.વી.જોષી પોલીસ ઇન્સપેક્ટર. જિલ્લા ટ્રાફિક, ભુજ,તેમણે માર્ગ સુરક્ષાના કાયદાકીય પાસાંઓ, હાઇવે પર રાખવાની સાવચેતીઓ અને અકસ્માત નિવારણ માટેના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

ડી. બી. લાખણોત્રા.પોલીસ સબ ઇન્સપેક્ટર, સી.ટી. ટ્રાફિક, ભુજ,તેમણે વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવાની અગત્યની બાબતો જેવી કે હેલ્મેટ, સીટબેલ્ટનો ઉપયોગ અને ચાલુ વાહને મોબાઈલનો વપરાશ ન કરવા અંગે રોજિંદા જીવનના ઉદાહરણો આપી સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. એમ. આઈ. બાયડ (કાર્યક્રમ સંકલનકર્તા / સિની. કારકુન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરી, ભુજ):તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક અને માર્ગ સલામતી અન્વયે ઉપસ્થિત પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા જે અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તે જ્ઞાન માત્ર પોતાના પૂરતું સીમિત ન રાખતા, વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો તથા મિત્રો સુધી પહોંચાડે અને સૌને માર્ગ સુરક્ષાના નિયમો પાળવા માટે જાગૃત કરે.સમગ્ર સેમિનાર દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન હેતલબેન પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને સ્ટાફગણનો આભાર કસ્તુરબેન પિંડોરીયા દ્વારા માનવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ ધ્વારા તમામ વિધાર્થીઓ તેમજ શિક્ષકોને માગૅ સલામતિ રાખવા તેમજ રોડ સેફટીનાં નિયમો પાળવાનાં શપથ સાથે આ પ્રેરણાદાયી કાર્યક્રમનું સમાપન થયું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો