MORBI:મોરબીના રફાળેશ્વરમાં જુગાર રમવાની ના પાડતા હોબાળો: હોટેલ-પાર્લરમાં તોડફોડ અને લૂંટ, બંને પક્ષે સામસામી ફરિયાદ

MORBI:મોરબીના રફાળેશ્વરમાં જુગાર રમવાની ના પાડતા હોબાળો: હોટેલ-પાર્લરમાં તોડફોડ અને લૂંટ, બંને પક્ષે સામસામી ફરિયાદ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે સમાજ વાડીમાં જુગાર રમવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. આ મામલે કાર, હોટેલ, બ્યુટી પાર્લર તેમજ વાહનોમાં પાઈપ વડે તોડફોડ કરી ₹૬ હજારની લૂંટ ચલાવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે સામાપક્ષે પણ મારામારી અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાતાં પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ પક્ષની ફરિયાદ (તોડફોડ અને લૂંટનો આક્ષેપ)રફાળેશ્વર ગામે રહેતા નીતાબેન પ્રકાશભાઈ કામેજડીયાએ સુલતાન ગીરધરભાઈ વાઘેલા, અજય ચૌહાણ અને મુકેશ કરશન પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સાતમ-આઠમના તહેવાર દરમિયાન નીતાબેનના પતિએ જ્ઞાતિની સમાજ વાડીમાં આરોપીઓને જુગાર રમવાની ના પાડી હતી. આ બાબતની દાઝ રાખી આરોપીઓએ ગત તા. ૮ના રોજ બપોરે નીતાબેનના પતિની i20 કાર અને હોટેલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ “તારો પતિ ક્યાં છે, તેને જાનથી મારી નાખવો છે” તેમ કહી નીતાબેનને પાઈપ વડે મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલેથી ન અટકતાં આરોપીઓએ નીતાબેનના બ્યુટી પાર્લર, જમાઈના એક્ટિવા, પડોશીની રિક્ષા તેમજ જેઠના દીકરાની દુકાનના છાપરામાં તોડફોડ કરી ભારે નુકસાન કર્યું હતું. સાથે જ હોટેલના ગલ્લામાંથી ₹૬,૦૦૦ની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા.

સામાપક્ષની ફરિયાદ (મારામારી અને અપમાનનો આક્ષેપ)બીજી તરફ સુનીતાબેન ખીમજીભાઈ પરમારે નીતાબેન પ્રકાશભાઈ કોળી, પ્રકાશ કોળી, ધનીબેન કોળી અને હીનાબેન કોળી સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, તેમના નાના ભાઈ અજયભાઈ સાથે પ્રકાશ કોળીની હોટેલે અગાઉ માથાકૂટ થઈ હતી. આ અદાવત રાખી નીતાબેન, હીનાબેન અને ધનીબેને આવીને સુનીતાબેન સાથે બોલાચાલી કરી હતી, જ્યારે પ્રકાશ કોળીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા.મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો