નસવાડી નગરમાં વિવિધ ગણેશ મંડળો દ્રારા ડી.જે ના તાલ સાથે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે ધામધૂમથી ગણેશ વિસર્જન કર્યું.

મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી નગરમાં ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે વિવિધ ગણેશ મંડળો દ્રારા ગણેશજીની મૂર્તિઓનું ધામધૂમપૂર્વક અશ્વિન નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સમગ્ર નગરમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જયારે ઢોલ-નગારાના તાલે અને ડીજેના સંગીત સાથે ગણેશજીની મૂર્તિઓને વિસર્જન સ્થળે લઈ જવામાં આવી હતી. નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગ-ગુલાલની છોળો વચ્ચે યુવાનો તથા નગરજનોએ ગરબાની રમઝટ બોલાવી ગણપતિ બાપ્પાને આનંદભેર વિદાય આપી હતી.ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નસવાડી પોલીસ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા તેમજ ભીડને નિયંત્રિત કરવા પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા.ભક્તિ, ઉત્સાહ અને રંગોના માહોલ વચ્ચે નસવાડી નગરમાં ગણેશ વિસર્જનનો પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો