રાપર નગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સેવાના લાભ આપવામાં આવ્યા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.

રાપર,તા-૨૨ સપ્ટેમ્બર : રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારાતા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્યસ્તરે ૯ તાલુકાના ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરીક્ષેત્રમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્થળે આયોજીત “સેવા સેતુ કાર્યક્રમ”ના માધ્યમથી નાગરિકોને વિવિધ સેવાઓના લાભ ઘર-આંગણે આપવામાં આવ્યા હતા.સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લામાં ગ્રામ્યકક્ષાએ તમામ તાલુકાઓમાં “સેવા સેતુ”, “સ્વચ્છતા હી સેવા” તેમજ “એક પેડ માઁ” કે નામ અભિયાન અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ પૂરી પાડતી લોકાભિમુખ પહેલ અન્વયે રાજ્ય સરકારની “સેવા સેતુ” યોજના થકી આજરોજ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ નજીકમાં જ પ્રાપ્ત થયો હતો. જે અંતર્ગત તા.૨૧ સપ્ટેમ્બરના શહેરીક્ષેત્રમાં રાપર નગરપાલિકા તથા નખત્રાણા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે આજરોજ ગ્રામ્યસ્તરે ભચાઉ તાલુકામાં જનાણ, ખારોઇ ગામ ખાતે, અંજાર તાલુકામાં સંઘડ ગામ તથા રાપર તાલુકામા આડેસર તેમજ મુંદરા તાલુકામાં દેશલપર ગામ ખાતે નાગરિકોને સરકારની વિવિધ સેવાઓના લાભ સાથે તેમના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્યત્વે આવક અને જાતિના દાખલા, રેશનકાર્ડમાં સુધારા અને E-KYC કામગીરી, આધારકાર્ડને લગતી સેવાઓ તથા PMJAY યોજના હેઠળ નોંધણી અને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૃષિ, પશુપાલન અને પંચાયત વિભાગની વિવિધ યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, જન્મ મરણ પ્રમાણપત્ર, નિરાધાર વૃદ્ધ સહાય, નવીન વારસાઈ અરજીઓ તેમજ વિનામૂલ્યે ૭/૧૨ અને ૮-અ ની નકલ મેળવવા જેવી વિવિધ સેવાઓ નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.રાપર નગરપાલિકા કચેરી ખાતે આયોજીત સેવા સેતુ કાર્યક્રમને નગરપાલિકા પ્રમુખશ્રી ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા તથા મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો