WAKANER:વાંકાનેરમાં ત્રાંસી આંખ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાશે 

WAKANER:વાંકાનેરમાં ત્રાંસી આંખ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાશે

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ (દેવદયા), વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે તા. 26 સપ્ટેમ્બર, શનિવારે ત્રાંસી આંખના દર્દીઓ માટે વિનામૂલ્યે કેમ્પ યોજાશે. વડોદરાના ડૉ. જીતેન્દ્ર જેઠાણીની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

કેમ્પમાં કોઈપણ ઉંમરના ત્રાંસી આંખના દર્દીઓ તપાસ કરાવી શકશે. કેસ કાઢવાનો સમય સવારે 9થી 12 વાગ્યા સુધીનો રહેશે. દર્દીએ રૂબરૂ હાજર રહેવું જરૂરી છે અને એક દર્દી સાથે વધુમાં વધુ બે વ્યક્તિ આવી શકશે.

કેમ્પનું સ્થળ એન.આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, વિદ્યાભારતી સ્કૂલ સામે, રાજકોટ રોડ, વાંકાનેર છે. વધુ માહિતી માટે મો. 94089 39982 પર સંપર્ક કરવા જણાવાયું છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો