ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો આદેશ: મહેશભાઈ સાંગાણી સામે આગામી સુનાવણી સુધી ધરપકડ સહિતનાં કડક પગલાં નહીં લેવા નિર્દેશ

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી: જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી જમીન વિવાદ સંબંધિત એફઆઈઆરના મામલે ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. માનનીય જસ્ટિસ એમ. આર. મેંગડેની અદાલતે અરજદાર મહેશભાઈ જયંતીભાઈ સાંગાણી વિરુદ્ધ આગામી સુનાવણી સુધી ધરપકડ સહિતનાં કોઈપણ કડક પગલાં ન લેવા નિર્દેશ આપ્યો છે.

મળતી વિગતો મુજબ, જલાલપોર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં. ૧૧૮૨૨૦૧૫૨૬૧૧૬૫/૨૦૨૬ હેઠળ છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો અને અન્ય સંબંધિત ગુનાની કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે. આ એફઆઈઆર રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે વિવાદિત જમીનના મૂળ માલિક ચીમનલાલ કરશનજીનું વર્ષ ૧૯૯૯માં અવસાન થયું હતું અને જમીનના વ્યવહાર અંગે કથિત બનાવટી પાવરનો મુદ્દો ઊભો થયો છે. અરજદાર પક્ષે એવો દાવો કર્યો હતો કે મહેશભાઈ સાંગાણીએ સહ-આરોપી પાસેથી જમીનના દસ્તાવેજોની ચકાસણી કરીને રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારફતે અવેજ ચૂકવી જમીન ખરીદી હતી. આથી, અરજદારનો ગુનામાં સીધો રોલ કે ગુનાહિત આશય ન હોવાની દલીલ કરવામાં આવી હતી.

બંને પક્ષોની દલીલો અને સંબંધિત કાનૂની પાસાઓ ધ્યાનમાં લીધા બાદ હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી અરજદાર વિરુદ્ધ ધરપકડ સહિતનાં કોઈપણ કડક પગલાં ન લેવા વચગાળાનો આદેશ આપ્યો છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો