રક્તદાન મહાદાન: ‘રક્તસેવક બાઈક રાઈડ ગુજરાત-૨૦૨૬’ અંતર્ગત દાહોદમાં ઉષ્માભર્યા સ્વાગત સાથે ભવ્ય બાઈક રેલી યોજાઈ

તા,૨૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રક્તદાન મહાદાન: ‘રક્તસેવક બાઈક રાઈડ ગુજરાત-૨૦૨૬’ અંતર્ગત દાહોદમાં ઉષ્માભર્યા સ્વાગત સાથે ભવ્ય બાઈક રેલી યોજાઈ

“રક્તદાન એ જ મહાદાન” ના પવિત્ર સંદેશને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહેલી ‘રક્તસેવક બાઈક રાઈડ ગુજરાત-૨૦૨૬’નું દાહોદ ખાતે ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેરના મુખ્ય માર્ગો પર જાગૃતિ અર્થે એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું હતું.​ઉત્સાહભેર યોજાઈ જાગૃતિ રેલી આ ભવ્ય બાઈક રેલીનું પ્રસ્થાન દાહોદના ગોધરા રોડ સ્થિત ચંદ્રશેખર આઝાદ ચોક ખાતેથી કરવામાં આવ્યું હતું. હાથમાં રક્તદાન જાગૃતિના બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે નીકળેલા બાઈક રાઈડર્સનો ઉત્સાહ જોવા જેવો હતો. આ રેલી ગોધરા રોડથી પ્રસ્થાન થઈને ભરવાડવાસ, ભીલવાડા અને ચાર થંબા જેવા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જ્યાં સ્થાનિક નાગરિકો દ્વારા રાઈડર્સનું પુષ્પવૃષ્ટિ અને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલીનું કિરણ લેબોરેટરી ખાતે સફળ સમાપન થયું હતું.​રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય આશય અકસ્માત કે ગંભીર બીમારી સમયે લોહીની અછતને કારણે કોઈ દર્દીનો જીવ ન જાય અને સમાજમાં સ્વૈચ્છિક રક્તદાન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી આ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી દરમિયાન રાઈડર્સે નાગરિકોને અને ખાસ કરીને યુવાધનને નિયમિત અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે અપીલ કરી હતી.​સામાજિક સંસ્થાઓ અને યુવાનોનો સહયોગઆ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન સ્થળે ઉપસ્થિત આગેવાનોએ બાઈક રાઈડર્સના આ સરાહનીય પ્રયાસને બિરદાવ્યો હતો અને લોકોને વર્ષમાં નિયમિતપણે રક્તદાન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો