તા.૨૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:લીમખેડા તાલુકાના દેવ
ધી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો વિડિયો વાયરલ: ‘૪ બોગસ હાજરી’ પૂર્યાના નિવેદનથી ચકચાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલી દેવધી ગામની પ્રાથમિક શાળાના એક શિક્ષકનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાયરલ થયેલા વિડિયોમાં શિક્ષક પોતે જ શાળાના રજિસ્ટરમાં ૪ બોગસ હાજરી પૂરી હોવાનું નિવેદન આપતા નજરે પડે છે, જેના કારણે સ્થાનિક સ્તરે અને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ ક્લિપમાં શિક્ષક દ્વારા જ બોગસ હાજરી પૂરી હોવાની કબૂલાત જેવું નિવેદન કરવામાં આવતા જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. શાળામાં વિદ્યાર્થીઓ કે કર્મચારીઓની હાજરી અંગે કરવામાં આવતી આવી ગેરરીતિ સામે ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે.નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે










