રાજપારડી-માધવપુરા રેલવે ગરનાળામાં કાયમી જળભરાવથી રોગચાળાનો ભય! ગંદા પાણીથી લોકો પરેશાન, ઉકેલ નહીં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી

ઝગડિયાના રાજપારડી – માધવપુરા રેલવે ગરનાળામાં કાયમી જળભરાવથી જનજીવન અસ્તવ્યસ્ત: ઉકેલ નહીં આવે તો આમરણાંત ઉપવાસની સ્થાનિકોની ચીમકી

 

 

ગંદા અને દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી માધવપુરા વિસ્તારના રહીશો અવરજવર કરવા મજબુર રોગચાળાની સંભાવના

;
format: 0; filter: null; fileterIntensity: null;  weatherInfo:100;temperature: 39;

;

 

​ઝગડિયા તાલુકાના રાજપારડી ગામ નજીક આવેલા માધવપુરા વિસ્તારના રેલવે ગરનાળામાં કાયમી ધોરણે ભરાઈ રહેતા ગંદા અને દુર્ગંધ મારતા પાણીના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગથી માધવપુરા વિસ્તાર તરફ જવાનો આ એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી, અહીંના હજારો નાગરિકો રોજબરોજ આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ગરનાળામાં પાણીના યોગ્ય નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે ચોમાસા સિવાયના દિવસોમાં પણ વર્ષના ૧૨ મહિના અને ૨૪ કલાક અહીં ખાડાઓ અને જળભરાવની સ્થિતિ જળવાઈ રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારથી આ ગરનાળાનું નિર્માણ થયું છે ત્યારથી જ પાણી આગળ જવાને બદલે પાછું આવી રહ્યું છે, જે તંત્રની બેદરકારી અને નબળા આયોજનની વાત છતી કરે છે. હાલમાં આ રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ચાલુ ન હોવા છતાં, માત્ર તંત્રની નિષ્ક્રિયતાના કારણે નિર્દોષ નાગરિકોએ અસહ્ય યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે.માધવપુરા વિસ્તારના ​ગરનાળામાં સતત ભરાઈ રહેતા ગંદા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધ્યો છે અને ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે, જેનાથી રહીશોમાં ભારે ફાળ પડી છે. આ ગંભીર મુદ્દે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા માગણી કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગરનાળામાંથી પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ કે પમ્પિંગની સુવિધા કરવામાં આવે તથા સ્થાનિકોની સુગમ અવરજવર માટે યોગ્ય વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જ્યારેઅંકલેશ્વર-રાજપીપળા ટ્રેન સેવા ચાલુ હતી, ત્યારે પણ આ જ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા વિકટ બનતા આક્રોશિત સ્થાનિકોએ ‘રેલ રોકો’ આંદોલન કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે આંદોલનના દબાણ હેઠળ આવીને તંત્રએ રાતોરાત મશીનરી મૂકીને પાણીનો નિકાલ કર્યો હતો, પરંતુ સમય જતાં પરિસ્થિતિ પુનઃ જેવી હતી તેવીજ થઈ ગઈ છે. હવે જો તંત્ર દ્વારા આ ગરનાળાની ગંદકી દૂર કરી કાયમી નિવારણ લાવવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી આમરણાંત ઉપવાસ પર બેસવાની કડક ચીમકી સ્થાનિકોએ આપી છે.

ઈરફાન ખત્રી

રાજપારડી

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો