MORBI:મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

MORBI:મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા: ₹૧૪,૪૦૦ ની રોકડ જપ્ત

મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામ નજીક દરોડો પાડીને બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે જાંબુડિયા ગામે આવેલ હનુમાનજી મંદિર પાસે, બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમી રહેલા ઈસમો પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી તીનપત્તીનો જુગાર રમતા ૫ શખ્સોને રૂ. ૧૪,૪૦૦ ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ:કાનાભાઈ જુસબભાઈ ભરવાડીયા (રહે. જાંબુડિયા) નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા (રહે. જાંબુડિયા) રૂત્વીકભાઈ રમેશભાઈ મકવાણા (રહે. જાંબુડિયા)વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી (રહે. જાંબુડિયા) ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા (રહે. લીલાપર)પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો