MORBI:મોરબી તાલુકા વિસ્તારમાં મહિલા પર હુ*મલો અને છેડતી: ત્રણ સામે પોલીસ ફરિયાદ

MORBI:મોરબી તાલુકા વિસ્તારમાં મહિલા પર હુ*મલો અને છેડતી: ત્રણ સામે પોલીસ ફરિયાદ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલા પર હુમલો કરી, છેડતી કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત મહિલાની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, મોરબી તાલુકા પંથકના એક ગામમાં રહેતી મહિલાના ઘર પાસે આવીને આરોપીઓએ બોલાચાલી કરી હતી. આરોપીઓએ મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ આરોપી મહેશ ઉર્ફે ડેગો કેશુભાઈ પરમારે મહિલાનો હાથ પકડીને વાળી દીધો હતો અને નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમારે શારીરિક માર મારી “ચાલ અમારી સાથે મોટરસાઇકલ પર બેસી જા” તેમ કહી બળજબરી કરવાનો પ્રયાસ કરી અડપલાં કર્યા હતા.

આ ઉપરાંત, આરોપી પૂજાબેન નીતીન ઉર્ફે બેરોએ પણ મહિલા સાથે કૂટાકૂટ કરી માર માર્યો હતો, જેના કારણે મહિલાના ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ—(૧) મહેશ ઉર્ફે ડેગો કેશુભાઈ પરમાર, (૨) નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર અને (૩) પૂજાબેન નીતીન ઉર્ફે બેરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

19
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો