દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે મેંદરડાના કૃષ્ણનગર સોસાયટી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ગણપતિ દાદાના સાનિધ્યમાં “આશીર્વાદનો દીવો” પ્રગટાવી પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મેંદરડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૮ની મહિલાઓ, બાળકો તેમજ ભાઈઓ દ્વારા ભક્તિભાવપૂર્વક દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌએ સાથે મળી મહાઆરતી કરી હતી. આ પ્રસંગે પરસોતમ ઢેબરીયા,તાલુકા કારોબારી ચેરમેન અશ્વિન મહેતા, મુકેશ ગરાળા, અંજન પાનસુરીયા, ખોડુ બસીયા, મિલન સાંગાણી, ખોડીદાસ ગજ્જર, તેજસ સાકરીયા, દિપક અમૃતીયા, વિમલ રાબડીયા, નીતિન અમીપરા,અલ્પેશ સાકરીયા, અજય ચાવડા, ભાવીન પાનસુરીયા, તુશાર ચાવડા, મનસુખ રાબડીયા, રાકેશ વાવૈયા, મુકેશ પાનસુરીયા, હાર્દિક પાનસુરીયા, રાજુ જેઠવા, નવનીત ગરાળા, કિશોર રાખોલીયા, અંકેશ ખુંટ, પંકજ દુધાત્રા, સાગર ખુંટ,પ્રવીણ ભાઈ કુંભાણી,કેશુભાઈ મોરબીયા, સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત સૌએ પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ તથા દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











