અંબાજી મુકામે ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશન દ્વારા ગુજરાત રાજ્યના અંદાજિત 950 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રેષ્ઠ શિક્ષકોમાંથી મેંદરડા તાલુકાના મિતુલભાઈ જિલડીયાને રમત-ગમત કેટેગરીમાં ક્રીડા સાધના એવોર્ડ માટે પસંદ કરી એમનું ક્રીડા સાધના એવોર્ડ-2026થી સન્માન કરવામાં આવ્યુ. મિતુલભાઈ જિલડીયાની આ પસંદગી નેશનલ કક્ષાએ સિવિલ સર્વિસીસ ગેમ્સમાં એથલેટીક્સ અને બાસ્કેટબોલમાં કરાયેલ પ્રદાન, જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમમાં છેલ્લા દસ વર્ષથી કરેલ યોગદાન, સાહિતની કામગીરીને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 










