MORBI:મોરબી નજીક ખોદકામ વેળાએ ગેસ લાઇન તૂટતાં આગ ભભૂકી

MORBI:મોરબી નજીક ખોદકામ વેળાએ ગેસ લાઇન તૂટતાં આગ ભભૂકી

મોરબી નજીક આવેલા લાલપર વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બનતા અટકી હતી. અહીં ચાલી રહેલા ખોદકામ દરમિયાન ગેસની અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન તૂટતાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, લાલપર પાસે જેસીબી મશીન દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબીનું હિટિંગ અચાનક જમીન નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇન સાથે જોરદાર અથડાયું હતું. પાઇપલાઇન ડેમેજ થતાં જ ગેસનું તીવ્ર લીકેજ શરૂ થયું હતું અને સાથે જ થયેલા ઇલેક્ટ્રિક સ્પાર્કના કારણે જોતજોતામાં આગની ઊંચી જ્વાળાઓ ઉછળવા લાગી હતી.

બનાવની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ટીમે તાત્કાલિક સંબંધિત ગેસ કંપનીનો સંપર્ક કરી લાઇનનો સપ્લાય બંધ કરાવ્યો હતો અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાના કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને સદ્નસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્ર તેમજ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો